નીતિન ગડકરીએ કર્યો ધડાકો- જાહેર કર્યું કોણ છે કોરોના વાઈરસ બનાવનાર- વાંચો અહિ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોનાવાયરસને લઈને મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ વાયરસ કુદરતી નથી પરંતુ તેને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. ગડકરીએ સમાચાર…

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોનાવાયરસને લઈને મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ વાયરસ કુદરતી નથી પરંતુ તેને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. ગડકરીએ સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આપણે આ સમયે કોરોનાવાયરસની સાથે સાથે આર્થિક લડાઈ પણ લડી રહ્યા છીએ.

ગડકરીએ કહ્યું કે ભારત ગરીબ દેશ છે. આપણે દર મહિને lockdownની સમય મર્યાદા વધારી નથી શકતા. આપણે સુરક્ષાના ઉપાયો સાથે બજારોને ખોલવા પડશે. તેમણે કોરોનાવાયરસના સંક્રમણના વધતા કેસને લઇને કહ્યું કે અમેરિકા, બ્રિટન અને ઈટલી જેવા દેશોની તુલનામાં ભારત સુરક્ષિત સ્થિતિમાં દેખાઈ રહ્યો છે. અહીંયા આ દેશોની તુલનામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઓછી માત્રામાં છે.

હાઈવે પર સાર્વજનિક પરિવહનની દુર્દશાને લઈને કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે આ વિશે નિર્ણય ફકત મારા મંત્રાલયના હાથની વાત નથી. ગૃહ મંત્રાલયને પણ આગ્રહ કરવામાં આવી ગયો છે કે સમય છે કે સલૂન અને વાળંદની દુકાને શરૂ કરી દેવામાં આવે.

કોરોનાવાયરસ વિરૂદ્ધ લડાઈમાં તેમણે માસ્ક અને સામાજિક અંતર રાખવું ખુબ જરૂરી ગણાવ્યું. તેમણે કહ્યું કે ઉદ્યોગ જગતની આ જવાબદારી છે કે આપણે પોતાને ત્યાં કામ કરનાર કારીગરોને ખાવાનું અને આશ્રય આપિએ.

ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં કોરોનાવાયરસની કેસની સંખ્યા વધીને 75 હજાર ને નજીક પહોંચી ચૂકી છે, આ વાયરસના કારણે 2415 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ 24384 દર્દીઓ ઇલાજ બાદ સાજા થઇ ચુક્યા છે અને દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 47480 છે. મહારાષ્ટ્ર રાજ્ય કોરોનાવાયરસ ના સંક્રમણમાં સૌથી વધારે પ્રભાવિત છે. ગુજરાત, તમિલનાડુ અને દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *