હાલ ગુજરાતના વડોદરા માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વિડીયો ખુબ વાયરલ થયો છે, એક બાઈક સવાર રેલ્વે ફાટક ક્રોસ કરી રહ્યો હતો અને અચાનક ટ્રેન આવી જતા તેમાં જ કચડાઈ ગયો હતો. અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.
ગુજરાતના વડોદરા શહેર નજીક બાજવા-રણોલી બંધ રેલવે ફાટક પર ફાટક ક્રોસ કરી રહેલા બાઈક ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તારીખ 21 જૂનના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાનો CCTV વીડિયો વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ આખી ઘટના બની હતી. જેનો CCTV વિડીયો વાયરલ થયો હતો. BRC-GER વિભાગના એલસી ગેટ નંબર 241ના બંધ બૂમના પાટાની બાજુમાં બાજુથી એક બાઈક સવાર દાખલ થયો હતો અને પસાર થતી ટ્રેનની અડફેટે મોતને ભેટ્યો હતો.
રેલવે PRO ખેમરાજ મીનાએ જણાવતા કહ્યું હતું કે, આ ખુબ ગંભીર કેસ છે. પરંતુ લોકો દ્વારા પાલન કરવામાં આવતું નથી. આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે. બીજું, એલસી દરવાજા પર ગેરરીતિ અટકાવવા માટે 24મી જૂનથી વિશેષ સલામતી અભિયાન શરૂ કરાયું હતું. આદેશ મુજબ ડ્રાઇવ સમયગાળા દરમિયાન સંબંધિત BO દ્વારા લેવાયેલ LC ગેટ્સનું નિરિક્ષણ કરવામાં આવશે અને આશ્ચર્યજનક તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news