ગુજરાતના આ બે દિગ્ગજ ધારાસભ્યોના જીવ જોખમમાં મુકાયા- રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

ગુજરાતમાં 19 જુનના રોજ રાજ્યસભાની ચુંટણી યોજવામાં આવી હતી. આ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરનારા BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ…

ગુજરાતમાં 19 જુનના રોજ રાજ્યસભાની ચુંટણી યોજવામાં આવી હતી. આ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરનારા BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાથી સુરક્ષાની માંગ માટે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ મીડિયાએ બદનામી કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતે મારેલી રાજકીય ગુલાંટબાજી નહીં પણ મીડિયામાં તેના આવતા રિપોર્ટ પર બંને ધારાસભ્યોએ દોષનો ટોપલો ઢોળ્યો છે.

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં BTPના ધરાસભ્ય છોટુ વસાવાએ અને મહેશ વસાવાએ જણાવ્યું છે કે, 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અનુસૂચી-5ના અમલ અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોના અમલ ન થવાના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ વધી રહ્યો છે. અસમાનતાના કારણે સામંતવાદી તાકાતને વધારો કરવાવાળા લોકોને સામાજિક એકતા પસંદ નથી. જેના કારણે સામાજિક એકતાનનું વિઘટન થઇ રહ્યુ છે. રાષ્ટ્રમાં શાંતિનો માહોલ બનાવવો જરૂરી છે. વિરોધી પક્ષના કારણે અમારા જીવને જોખમ છે.

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં BTPના ધરાસભ્ય છોટુ વસાવાએ અને મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ ફેક એન્કાઉન્ટર માટે ગુજરાત રાજ્ય સરકાર, રાજ્ય પોલીસ, સ્થાનિક જિલ્લા સ્તરના પોલીસ અધિકારી અને અસામાજિકતત્ત્વોએ રાજકીય ષડ્યંત્રો કર્યા હતા. આ ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે. રાજકીય પાર્ટીમાં વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારી સામે બદનામી યુક્ત નિવેદનો કરીને તણાવને વધારી રહી છે. અમારા પર જીવલેણ હુમલો થવાની સંભાવનાને જોતા અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી અને અનિવાર્ય છે. અમારી સલામતી સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન ન આપવામાં આવે તો તેની જવાબદારી તંત્રની રહેશે. કૃપા કરીને જલદીથી અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *