ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકયાના નિર્ણય બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વીબોમાંથી પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે.
ન્યુઝ એજન્સી એ એનઆઈએ આ માહિતી આપી છે. મોદીએ આ એપ્લીકેશન પર 2015માં પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.
你好中国!期待通过微博与中国朋友们互动. Hello China! Looking forward to interacting with Chinese friends through Weibo. pic.twitter.com/yQcKn9bqTE
— Narendra Modi (@narendramodi) May 4, 2015
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર VIP એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોય છે.જો કે,એકાઉન્ટ ડિલીટ મારવાની અધિકારિક પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.
ચીન તરફથી તેની પરવાનગી આપવામાં ખૂબ જ સમય લગાડવામાં આવી રહ્યો છે,અને આ અંગેનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું નથી. મોદીએ આ અંગે 115 પોસ્ટ કરી છે,અને તેમાંથી તેમણે 113ને હટાવી પણ દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news