રાજ્યમાં જુદા જુદા આગના ત્રણ બનાવો,ATM માં આગ લાગતા લાખો રૂપિયા બળી ગયા, જુઓ વિડીયો

રાજ્યમાં આજે આગના ત્રણ જેટલા બનાવ બન્યા છે. જેમાં જેમાં સુરતમાં એક બીઆરટીએસ બસ સ્ટેન્ડ માં આગ લાગી હતી જ્યારે અમદાવાદમાં એટીએમ માં આગ લાગી હતી તો વળી કચ્છમાં પવનચક્કી માં આગ લાગવાની ઘટના બની હતી. કચ્છમાં પવનચક્કી માં આગ લાગવા પાછળ વીજળી ત્રાટકી હોવાનું કારણ ગામલોકો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાંડેસરાના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એકાએક આગ લાગી હતી. આગ લાગવાને કારણે બસ સ્ટેન્ડ મોટાભાગનું બળી ગયું હતું. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના માં કોઇ જાન હાનિ નથી થઇ. હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ છે.

જ્યારે કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર (નેત્રા) ગામે સોમવારે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા દરમિયાન પવનચક્કીમાં આગ લાગી હતી. ગામ લોકોના કહેવા પ્રમાણે આકાશી વીજળી ત્રાટકી હોવાથી આગ લાગી હોઈ શકે છે. તો વળી, અમદાવાદમાં સવારે એક એટીએમ (ATM)માં લાગી છે. આગને પગલે એટીએમમાં રહેલી ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવી આગને આસપાસની દુકાનોમાં પ્રસરતી અટકાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *