વરસાદી વાતાવરણમાં આ ખાસ મસાલો ઉમેરી ઘરે બનાવો ગરમાગરમ “રાજસ્થાની મિર્ચી વડા”- મોજ પડી જશે

વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને તેમા જો ગરમા ગરમ અલગ વાનગીઓ ખાવ મળી જાય તો તેની મજા કંઇક અલગ જ હોય છે. એવામાં આજે અમે તમારા માટે મિર્ચી વડાની રેસીપી લઇને આવ્યા છીએ. મિર્ચી વડા રાજસ્થાનની એક પ્રખ્યાત વાનગી છે. મરચામાં બટેટાનું સ્ટફિંગ ભરીને તેને તળવામાં આવે છે.

લીલી કોથમીરની ચટણી કે સોસ સાથે ખાવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે અને વરસાદમાં ખાવાની મજા પડી જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય રાજસ્થાની મિર્ચી વડા…

ઉપયોગી વસ્તુઓ:

7-8 નંગ – મોટા મરચાં

1 બાઉલ – ચણાનો લોટ

2 નંગ – બાફેલા બટેટા

1 ચમચી – લાલ મરચું

1 ચમચી – ગરમ મસાલો

1/2 ચમચી – આમચૂર

સ્વાદાનુસાર – મીઠું

તળવા માટે – તેલ

બનાવાની રીત: 

એક બાઉલમાં બાફેલા બટાકાને યોગ્ય રીતે મસળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને આમચૂર એડ કરી મિક્ષ કરી લો. ત્યારબાદ મોટા લીલા મરચામા એક-એક કાપો પાડી લો. મરચું આખું કપાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખાસ મસાલાના શોખીન લોકો માટે ગરમ મસાલો ખાસ છે, તેઓએ આ મસાલાનો ખાસ ઉપયોગ કરવાનો રહેશે.

મિર્ચી વડા તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકી દો. ત્યારબાદ કાપા પાડેલા મરચામાં તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ ભરી લો. એક બીજા બાઉલમાં ચણાંનો લોટ લો, તેમાં મીઠું અને પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.

તેલ ગરમ થાય એટલે સ્ટફ કરેલા મરચાંને ચણાંના તૈયાર કરેલા મિશ્રણમાં ડીપ કરી તેલમાં મુકો. આ મિર્ચી વડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય તેવા તળી લો. મિર્ચી વડા તળાઇ જાય એટલે તેને એક પ્લેટમાં લઇ કોથમીર-ફુદીનાની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *