લાખો રૂપિયા પડાવનારી આ PSI ને પોલીસે પકડ્યા બાદ કોર્ટે જે નિર્ણય કર્યો તો જાણીને ચોંકી જશો

અમદાવાદમાં થયેલા દુષ્કર્મનાં આરોપી પરથી કેશ હટાવાના માટે 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ મહિલા ક્રાઈમની PSI શ્વેતા જાડેજા હાલ રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની છે. આજે સેશન્સ કોર્ટે શ્વેતા જાડેજાને મોટી રાહત આપી છે. દુષ્કર્મનાં આરોપી પાસે લાંચ માગવા બદલ તપાસ કરવા માગતી SOGને શ્વેતાના રિમાન્ડ માટે અરજી કરી હતી. પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધા.

તોડબાજ પીએસઆઈ સામે અગાઉ સેશન્સ કોર્ટે SOGને 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં પીએસઆઈ શ્વેતા જાડેજાને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. આ સમયે SOGએ તપાસ માટે વધુ સમય જોઈએ તેમ જણાવી વધુ રિમાન્ડની માગ કરી હતી. પણ કોર્ટે SOGની અપીલને ફગાવીને જણાવ્યું હતું કે, તપાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. PSI શ્વેતા જાડેજાએ અગાઉ કેટલી વખત તોડબાજી કરી છે તે અંગે પોલીસ તપાસ કરવા માગી હતી.

કારણ કે તેની પાસે 1 લાખનો આઈફોન સહિતની મોંઘી વસ્તુઓ છે. આ એટલી મોંધી વસ્તુઓ તેની પાસે આવી ક્યાંથી? તે જાણવા બદલ તેની રિમાન્ડ કરવામાં આવી હતી પરંતુ રિમાન્ડ દરમિયાન પણ શ્વેતા જાડેજાએ કાયદાની જાણકાર હોવા છતાં તપાસમાં સહયોગ આપ્યો ન હતો. જેને કારણે હવે શ્વેતા વિરુદ્ધ તપાસ કરતી પોલીસને મોટો ફટકો પડ્યો છે.

એટલું જ નહીં, સુત્રોએ જણાવ્યું છે કે, જીએસપી ક્રોપ સાયન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર કેનલ વી. શાહને પાસા નહીં કરવા માટે ૩૫ લાખ પડાવ્યાના કેસમાં પકડાયેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને બચાવવા માટે વેજલપુર પીઆઈ એલ.ડી.ઓડેદરા દોડી ગયા હતા. તપાસ અધિકારી સહિતના પર દબાણ કરવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *