ટ્રમ્પના વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરવાના નિર્ણયને મોટો ઝટકો, લાખો ભારતીય વિદ્યાર્થીને મળી રાહત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુનિવર્સિટી અને વિદેશી વિદ્યાર્થીઓના દબાણ હેઠળ પીછેહઠ કરી ચુક્યા છે. અમેરિકામાં રહીને ઓનલાઇન એજ્યુકેશન (Online Education) મેળવી રહેલા સ્ટુડન્ટ્સના વીઝા રદ (Visa Restrictions) કરવાના નિર્ણયના ઘણા વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પરત લઈ લીધો છે. મંગળવારે કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગના વકીલે કહ્યું કે આ સુનાવણીની હવે જરૂર નથી કારણ કે અમે આ નિર્ણય પરત લેવા માટે તૈયાર છીએ. ટ્રમ્પ સરકારના પાછળ હટવાથી અમેરિકામાં રહેતાં હજારો સ્ટુડન્ટ્સને રાહત મળી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો કે વિદેશી વિદ્યાર્થીઓ, જે અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે, તેઓએ તેમના દેશ પાછા જવું પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આને કોરોના ચેપને જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઓનલાઇન કોર્સ માટે યુ.એસ. રહેવાની જરૂર નથી. આવા તમામ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા માટેના ઓર્ડર પણ અપાયા હતા. જોકે તેનો વિરોધ થયો અને જૉન હોપકિન્સ યુનિવર્સિટી, હાર્વર્ડ, એમઆઈટીએ ગત બુધવારે કોર્ટમાં આ નિર્ણયની વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી.

દબાણ હેઠળ સરકારે નિર્ણય રદ કર્યો

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય પાછો ખેંચવા સંમત થયા. જસ્ટિસ એલિસન બુરોઝે સુનાવણીમાં કહ્યું, ‘સરકારે પોતાનો જૂનો નિર્ણય રદ કર્યો છે. ઉપરાંત, જૂના નિર્ણય અંગે ચાલી રહેલ કાર્યવાહીને તાત્કાલિક બંધ કરવા સંમત થયા છે. યુનિવર્સિટી સમુદાયને સંદેશ આપતા પ્રેસિડન્ટ લોરેન્સ એસ. બેંકોએ યુનિવર્સિટી કમ્યુનિટીને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઈ સૂચના વગર આપ્યો હતો. એવું લાગે છે કે કોલેજો અને યુનિવર્સિટીઓ પર વર્ગખંડો ખોલવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રને વિદ્યાર્થીઓ, પ્રશિક્ષકો અને અન્યના સ્વાસ્થ્ય અને સલામતી વિશે કોઈ ચિંતા નથી.

નોંધનીય છે કે ટ્રમ્પ સરકારે યુનિવર્સિટીઓ પર ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવા માટે દબાણ કર્યું હતું અને જ્યારે કેટલાક અભ્યાસક્રમોમાં આ શરૂ થયું ત્યારે વિદ્યાર્થીઓને પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુ.એસ. સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓનાં વર્ગો ઓનલાઇન શિફ્ટ થયા છે, તેઓએ દેશ પરત ફરવું પડશે. આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થવાના હતા. અમેરિકામાં હાલમાં 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે જેમને આ નિર્ણય બાદ પરત ફરવાની ફરજ પડશે.

અમેરિકામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ચીનથી આવે છે. તે પછી ભારતીય છે. એફ -1 અને એમ -1 કેટેગરીના વિઝા ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનવાળા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે. તેથી, સરકારના આ નિર્ણયની અસર ભારતીય વિદ્યાર્થીઓને પણ થશે. મહત્વનું છે કે, 2019 માં 2 લાખ 2 હજાર 14 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. 2018 માં 1 લાખ 96 હજાર 271 અને 2017 માં 1 લાખ 86 હજાર 267 વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સતત 6 વર્ષથી વધી રહ્યા છે. વર્ષ 2018 ની સરખામણીએ 2019 માં 2.9% વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *