ચીને ચંદ્રની સપાટી પર ઉતારી દીધું પોતાનું યાન, જો આ મશીન સફળ થયું તો…

ચીન દેશનું અંતરિક્ષયાન ચાંગ ઈ 5(Chang’e-5) મંગળવારનાં રોજ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું છે. ચીન દેશની નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશને આની જાણકારી આપતાં જણાવ્યું કે,…

ચીન દેશનું અંતરિક્ષયાન ચાંગ ઈ 5(Chang’e-5) મંગળવારનાં રોજ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું છે. ચીન દેશની નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશને આની જાણકારી આપતાં જણાવ્યું કે, આ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર પૂર્વ નિર્ધારિત જગ્યાની એકદમ પાસે ઉતર્યું છે. આ મિશનને ચીન દેશનાં સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માર્ચ -5 નાં માધ્યમ દ્વારા 24 નવેમ્બરનાં રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ મિશનનાં માધ્યમ દ્વાર ચીન ચંદ્રની સપાટીથી માટીનાં નમૂનાને ધરતી પર લાવવામાં આવશે.

ચંદ્રની સપાટી પર 44 વર્ષ પછી એવું યાન ઉતારવામાં આવ્યું છે જે ત્યાંથી માટીનાં નમૂના લઈને પૃથ્વી પર પાછું ફરશે. આ અગાઉ રુસનાં લૂના 24 મિશન 22 ઓગસ્ટ 1976નાં દિવસે ચંદ્રમાની સપાટી પર ઉતારવામાં આવ્યું હતુ. તે સમયે લૂના તેની સાથે ચાંદથી 200 gram માટી લઈને પૃથ્વી પર પાછું આવ્યું હતુ. જ્યારે ચીન દેશનું આ સ્પેસક્રાફ્ટ તેની સાથે 2 KG માટી લઈને પાછું આવશે.

આ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી ઉપર પૂર્વ નિર્ધારિત જગ્યાની એકદમ પાસે ઉતર્યું છે. જ્યારે તેનું ઓર્બિટર હાલ ચંદ્રની સપાટી પર ચક્કર લગાવે છે. લેન્ડર ચંદ્રમાની જમીન ખોદીને માટી કાઢશે. એ પછી તે માટી લઈને અસેન્ડરની નજીક જશે. અસેન્ડર નમૂનાને કેપ્સલમાં રાખીને ચંદ્રમાની સપાટી પરથી ઉડશે તેમજ અંતરિક્ષમાં ચક્કર કાપતા તેના મેન યાનની સાથે જોડાઈ જશે. આ આખા મિશનને 23 દિવસ સુધીનો સમય લાગશે.

ચીનનાં બે મિશન ચંદ્રની સપાટી પર અગાઉથી કાર્યરત…
ચીન દેશનાં બે મિશન ચાંદની સપાટી પર અગાઉથી હાજર છે. તેમાં ચેંગ-ઈ -3 નામનું સ્પેસક્રાફ્ટ વર્ષ 2013માં ચંદ્રની સપાટી પર પહોંચ્યું હતુ. જ્યારે જાન્યુઆરી 2019માં ચેંગ ઈ-4 ચંદ્રની સપાટી પર લેન્ડર તેમજ યુટુ-2 રોવરની સાથે લેન્ડ કરવામાં આવ્યું હતું. જણાવવામાં મળ્યું છે કે, આ મિશન હાલ પણ એક્ટિવ છે.

જો આ મિશન સફળ થશે તો ચીન આ કામ કરશે…
ચીનનું મિશન જો સફળ થાય છે તો તેની ચાંદને લઈને સમજ વધશે તેમજ જેનાંથી તેને ચંદ્ર પર રહેવામાં મદદ મળશે. ચીન દેશ અંતરિક્ષ યાનને ચંદ્ર સુધી પહોંચવા લાંગ માર્ચ -5 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ તરલ કેરોસિન તેમજ તરલ ઓક્સીજનની મદદ વડે ચાલે છે. ચીન દેશનું આ મહાશક્તિશાળી રોકેટ 187 ફુટ લાંબુ તેમજ 870 ટન જેટલું વજનનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *