ઘરની ઉપરથી બહાર આવતાં વાંદરાઓનાં ટોળાએ દિવાલ હલાવી ત્યારે તે દિવાલ નજીક સૂતેલા પાંચ લોકો કચડાઈ ગયા. દિવાલ ધરાશાયી થતાં 4 બાળકો સહિત 5 લોકોનાં મોત થયા હતા. આ દુ:ખદ અકસ્માત યુપીના શાહજહાંપુર જિલ્લાનો છે.
શાહજહાંપુરમાં વાંદરાઓનો ટોળું એક જ પરિવારના 5 લોકોનાં મોતનું કારણ બન્યું હતું. અહીં વાંદરાઓના ટોળાએ ધમાલમાં એક દીવાલ પાડી દીધી. જેની નીચે દબાઈ જતા એક મહિલા સહિત ચાર બાળકોનાં મોત નીપજ્યાં. આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દરેક ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટના ચોક પોલીસ સ્ટેશનના વાજિદ ખેલ વિસ્તારની છે. જ્યાં એક મહિલા સહિત 5 બાળકો દિવાલ નજીક જમીન પર સૂઈ રહ્યા હતા. તે દરમિયાન ઉન્માદી વાંદરાઓનો ટોળું દિવાલ પરથી પસાર થઈ રહ્યું હતું. પછી વાંદરાઓએ જોરથી દિવાલ ડોલાવવાનું શરૂ કર્યું.
દિવાલ કાચી હોવાને કારણે નિચે સૂઈ રહેલા લોકો પર પડી. જેમાં રૂબી (20), સાહિલ (15), આમિર (10), શોએબ (8), શાહબાઝ (5) અને ચાંદની (4) ને દિવાલ નીચે દબાઈ ગયા હતા.
બુમાબુમ કર્યા પછી, વિસ્તારના લોકોએ કોઈક રીતે કાટમાળમાંથી બહાર કાઢીને મેડિકલ કોલેજમાં તેઓને મોકલી આપ્યા, જ્યાં ડોક્ટરોએ મહિલા સહિત ચાર બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં સાહિલ નામનો કિશોર ગંભીર રીતે ઘવાયો છે, જેની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. હાલ આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગમગીનીનું વાતાવરણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news