ગઈકાલે રાત્રે દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો, હુમલાના કેટલાક ભાગોને ચિલિંગ સીસીટીવી ફૂટેજ(CCTV footage)માં કેપ્ચર થઇ ગયા હતા. પત્રકાર વિક્રમ જોશી તેની બે પુત્રી સાથે મોટરસાયકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેમના પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. પત્રકારને માથામાં ગોળી વાગી હતી અને હાલમાં તે શહેરની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. પોલીસ કહે છે કે ફાયરિંગ શરૂ કરનારા મુખ્ય આરોપી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, તે બધા શ્રી જોશીના પરિવારને જાણતા હતા.
હુમલો ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં એક રસ્તાના પર કરવામાં આવ્યો હતો. તેના ફૂટેજ સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગયા ગાતા. જેમાં શ્રી જોશી તેમની બે પુત્રી સાથે બાઇક પર સવાર હતા. બાઇક પર અચાનક જ હુમલો થતો જોઇ શકાય છે અને એ જ સમયે મુખ્ય આરોપી સહિત પાંચ વ્યક્તિઓ બાઇકને ઘેરી લે છે અને સવારને ખેંચીને ફટકારવાનું શરૂ કરે છે. બાઇક પડતાંની સાથે જ બંને બાળકો ભાગવા લાગે છે. સીસીટીવી ફૂટેજના વીડિયોમાં પત્રકારનું શૂટિંગ અસ્પષ્ટ હોવા છતાં હુમલાખોરો તેને સ્થળ ઉપરથી લઈ જતા પહેલા તેને કારની તરફ ખેંચતા અને મારતા જોવા મળ્યું હતું.
શ્રી જોશી રસ્તા પર પડેલા હોવાથી, મોટી પુત્રી તેની તરફ દોડી અને રડતી, મદદ માટે ચીસો કરતી જોઇ શકાય છે. ગભરાયેલી યુવતી તેના પિતાની બાજુમાં રસ્તા પર બેસીને વાહનો અથવા ત્યાંથી પસાર થતા લોકોને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ કેટલાક લોકો ઈજાગ્રસ્ત માણસ તરફ દોડી આવતા જોવા મળ્યા હતા.
હુમલો રાત્રે સાડા દસ વાગ્યે થયો હતો…
વરિષ્ઠ પોલીસ અધિકારી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે, “વિજય નગરમાં અજાણ્યા શખ્સોએ એક પત્રકાર પર ગોળીબાર કર્યો હતો. તેવા મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોશીના ભાઈએ પોલીસ અધિકારીને જાણ કરી હતી કે ગઈકાલે તેની બહેનને મળીને પરત ફરતી વખતે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.” પોલીસને શંકા છે કે વિક્રમ જોશી પર હુમલો થયો હોઇ શકે છે, કારણ કે જ્યારે તેણે તાજેતરમાં પોલીસને ફરિયાદ કરી હતી કે તેની ભત્રીજીને પાંચ વ્યક્તિઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news