તાંત્રિકના કહેવાથી પિતાએ 5 બાળકોની હત્યા કરી નાખી અને…

હરિયાણાના જિંદ જિલ્લામાં એક હૈયું હચમચાવી દે એવો કેસ સામે આવ્યો છે. જિલ્લાના દીડવાડા ગામમાં એક પિતાએ તાંત્રિકના કહેવાથી પાંચ વર્ષમાં પોતાના 5 બાળકોની હત્યા કરી દીધી. 17 જુલાઇના રોજ દીડવાડા ગામ માંથી બે છોકરીઓ ગાયબ થઇ હતી.

આરોપીની ઓળખ દિડવાડા ગામના નિવાસી તરીકે થઈ હતી. તેનું નામ જુમ્મા છે. જુમાએ આ કાંડ કોઈ તાંત્રિકના કહેવાથી કર્યો હતો. મરનાર તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી.બાળકોની હત્યા કર્યા બાદ આરોપી એ સમગ્ર મામલામાં પંચાયતની સામે આવી માફી માંગી છે જેના બાદ પોલીસને બોલાવી ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની ધરપકડ કરવાની પુષ્ટિ મોડી રાત્રે સિંધના એસપી અશ્વિન શેનવીએ કરી છે. મામલાનો ખુલાસો થયા બાદ આખા જીલ્લામાં સનસની ફેલાઈ ગઈ છે કે કોઈ પિતા આવું કઈ રીતે કરી શકે છે. આરોપીના બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી જે તમામની હત્યા કરી નાખવામાં આવી છે.

તેમજ ગામના લોકોએ જણાવ્યું હતું કે આરોપીએ પંચાયતની સામે પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું હતું કે તેણે ગરીબીને કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે અને તાંત્રિકના કહેવાથી આવું કર્યું હતું. પંચાયતના પ્રતિનિધિઓ અને ગામવાળા લોકોએ પોલીસને બોલાવી ને આરોપીને તેમના હવાલે કર્યો છે અને કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસ તો હાલમાં એ વાતની જાણકારી મેળવી રહી છે કે આ હત્યાકાંડમાં અન્ય કોણ-કોણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *