વિદ્યાર્થીઓ માટે આવ્યાં મોટાં સમાચાર- અભ્યાસક્રમમાં થઈ શકે છે આટલો ઘટાડો

કોરોના મહામારી અને લોકડાઉનને લીધે સ્કૂલોના અભ્યાસક્રમમાં સમયની ખોટ સર્જાઈ છે. જેને લક્ષ્યમાં રાખીને ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં પણ 20-40 % સુધીનો ઘટાડો થઈ શકે છે. ગુરૂવારે ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ના અધિકારીઓની મિટીંગમાં શાળાઓને ફરીથી ખોલવા માટેના 3 જુદાં-જુદાં વિકલ્પ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આમાંનો એક વિકલ્પ એ છે કે, જાે સપ્ટેમ્બરમાં શાળાઓને ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમનું આયોજન પણ તેની સાથે કરવું જાેઈએ. તેનાથી વર્ષ 2020-21ના વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં 20 %નો ઘટાડો જાેવા મળી શકે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

એક સૂત્રએ જણાવતા કહ્યું કે, ‘જાે ઓક્ટોબરમાં શાળાઓને ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં 30 % નો ઘટાડો કરવામાં આવશે. જ્યારે થર્ડ સિનારીયોમાં નવેમ્બરમાં શાળાઓને ફરીથી ખોલવાની હોય તો એ સમયે અભ્યાસક્રમમાં પણ 40 % તથા તેથી પણ વધુનો પણ ઘટાડો કરવો પડશે.’ અહીં ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ રોગચાળાનાં લીધે દેશની શાળાઓમાં માર્ચના મધ્યભાગથી જ બંધ છે.

‘જાે ગુજરાતમાં શાળાઓને 14 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખોલવામાં આવશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવામાં પડશે’ એમ સૂત્રએ જણાવ્યું હતું. અધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ વિભાગના બીજાં અધિકારીઓની હાજરીમાં મળેલ મિટિંગમાં શૈક્ષણિક વર્ષ 2020-21માટેની પરીક્ષાઓ લેવા જેવા મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી.

આ બાબતે વિગતવાર અહેવાલ તૈયાર કર્યા પછીથી જ અધિકારીઓ ફરીથી બેઠક કરશે. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમ દ્વારા નક્કી કરવામાં આવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ હાલમાં જ એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે, કે તે ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં પણ 30 % નો ઘટાડો કરશે. રાજ્ય સરકારે 2020-21 નાં શૈક્ષણિક વર્ષથી કેન્દ્રિય શિક્ષણ પદ્ધતિ પણ શરૂ કરવા માટેનાં નવા નિયમો પણ લાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *