તમે હાઈવે પર જતા હોય અને ‘રૂપવાન’ યુવતીઓ જોવો તો ચેતજો, નહિ તો તમારી સાથે પણ થઇ શકે છે આવું…

તમે હાઈ વે ઉપરથી પસાર થઇ રહ્યા હો અને સુંદર વસ્ત્રો પહેરેલી યુવતીઓની ટોળકી મળે તો ચેતી જજો. કારણ કે, હાલ સાબરકાંઠામાંથી એક મોટા સમાચાર…

તમે હાઈ વે ઉપરથી પસાર થઇ રહ્યા હો અને સુંદર વસ્ત્રો પહેરેલી યુવતીઓની ટોળકી મળે તો ચેતી જજો. કારણ કે, હાલ સાબરકાંઠામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી ઝડપાઈ છે. યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે વિદેશી મહિલાઓ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે આ યુવતીઓની ટોળકી ઝડપાઈ ત્યારે યુવતીઓ જાણે ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું હતું.

સાબરકાંઠાના રોડ પર આ નવ યુવતીઓની ટોળકી ફરતી હતી. ત્યારે ગ્રામજનોને થોડું વિચિત્ર લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા નજીકથી આ યુવતીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામને પ્રાંતિજ પોલીસ મથક લઇ જવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા યુવતીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા પાસે નવ યુવતીઓની ટોળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નવ યુવતીઓ જાણે વિદેશી યુવતીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, તે ખુબ જ ડરેલી છે. રોડ પર યુવતીની ટોળકી જોઈ ગ્રામજનોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ યુવતીઓને પોતાની કસ્ટડીમાં લીધી હતી. યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો. ગ્રામજનોએ યુવતીઓની ટોળકીને રામપુરા ચાર રસ્તે ફતેપુરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનને સોંપી હતી.

આઉટ પોસ્ટ પોલીસે નવ યુવતીઓને પ્રાંતિજ પોલીસને સોંપી હતી. પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ નવે યુવતીઓની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આ યુવતીઓ શું કરતી હતી? અને શા માટે આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ટોળકી શું આવતા જતા લોકોને રોડ પર ફસાવી લૂંટ કરવાનો ઈરાદો હતો કે શું? પોલીસે શંકાના આધારે તપાસ ચાલુ કરી દીધી છે.

અહિયાં ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છમાં પણ રૂપિયા પડાવતી યુવતીઓની એક ટોળકી મળી આવી હતી. ગાંધીધામ, ભુજ સહિત પટેલ ચોવીસીના ગામડાઓમાં પણ આ યુવતીઓની ટોળકી સક્રિય બની હતી. ભુજ તાલુકાના નારાણપર ગામમાં તો જાગૃત લોકોએ આ ટોળકીની કેટલીક યુવતીઓને પકડી પણ લીધી હતી. અને પંચાયતને હવાલે કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *