સુરતની આ ખાનગી હોસ્પીટલે 12 લાખ લઇ દર્દીને સાજો કર્યા વગર ઘરે મોકલી દીધો

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસ ના કારણે લોકો સરકારી કે ખનગી હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યા છે. આ આ ભયંકર મહામારી વચ્ચે લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં…

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસ ના કારણે લોકો સરકારી કે ખનગી હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યા છે. આ આ ભયંકર મહામારી વચ્ચે લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી એ જ એક અંતિમ નિર્ણય રહ્યો છે. મોટાભાગે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા હોય છે કારણ કે, સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતા ફી ઓછી વસુલ કરવામાં આવે છે. જેને કારણે દરેક લોકોની પહેલી પસંદગી સરકારી હોસ્પિટલ ઉપર હોય છે. પરંતુ અમુક વખત લોકો ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ થવા માટે મજબૂર થતા હોય છે. અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો લોકો પાસેથી મોટું મોટું બિલ બનાવીને પૈસા પડાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં થી સામે આવી છે.

સુરતમાં અઠવાગેટ પાસે આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી લીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે. ગુલાબ હેદર શેખ (ઉ.વ. 50) પરિવાર સાથે રહે છે. ગુલાબ હેદર 13 મેના રોજ શરદી-ખાસી જોવા મળતા ડોક્ટર પાસે ગયા હતા. ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યોહતો. જોકે, તેના 48 કલાકમાં જ રિપોર્ટ ફરી નેગેટિવ આવી ગયો હતો.

12.23 લાખનું બિલ ચૂકવ્યા બાદ રજા મળી

મીડયા સાથેની વાતચીતમાં ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, 12 લાખ 23 હજારનું બિલ ચૂકવ્યા બાદ શનિવારના રોજ ગુલાબ દેહરને રજા આપવામાં આવી છે. 13 થી 30 મે સુધીમાં 10 એક્સ રે, 20 લેબોરેટરી રિપોર્ટ, 2-3 સિટી સ્કેન સહિત હોસ્પીટલે 65 બિલ બનાવ્યા હતા. આ ઉપરાંત, 4.22 લાખનું દવાનું બિલ અને 8.01 લાખનું હોસ્પિટલનું બનાવી આપ્યું હતું.

ગુલામ મસ્તુફાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુલાબ હેદરને અમે અમુક દિવસથી તો માત્ર ખીચડી ખવડાવતા હતા. 4-5 દિવસ બેડ પર જ મળ થઈ જતા એ પણ સાફ કર્યા વગર તે જ બેડ ઉપર રાખવામાં આવતા હતા. 14 મેં થી પરિવારને ડરાવીની સવારે વેન્ટી પર મૂકી દીધા હતા અને ન્યુમોનિયા હોવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *