જીભ એ માનવ શરીરનો સૌથી મજબૂત સ્નાયુઓ છે.
શરીરમાં જીભ એક એવો સ્નાયુ છે કે, જેનો એક છેડો શરીર સાથે જોડાયેલો છે અને બીજો છેડો ખુલ્લો છે.
જીભ ઉપર ઈજા થાય તો ઝડપથી આપમેળે રૂઝ આવી જાય છે અને તે પોતાની રીતે સાજી થઈ જાય છે.
માણસની જીભ ઉપર હજારો સ્વાદ ગ્રંથિઓ હોય છે. જેથી માણસ સ્વાદ પારખી શકે છે. મોટાભાગના પ્રાણીઓ સ્વાદ પારખી શકતા નથી, પરંતુ જીભનો ઉપયોગ ખોરાક ને ગળે ઉતારવા માટે કરે છે.
માણસમાં ફિંગર પ્રિન્ટ ની જેમ દરેક વ્યક્તિની જીભ ની સપાટી ની પેટર્ન જુદી જુદી હોય છે.
માણસની જીભ ઉપર ની સ્વાદ ગ્રંથિઓ 10 થી 12 દિવસે નાશ પામીને નવી આવે છે.
સાપ ની જીભ બે વિભાગોમાં વહેંચાયેલી હોય છે.
મગર પોતાની જીભ મોઢામાંથી બહાર કાઢી શકતો નથી.
દેડકો જીભ લંબાવીને હવામાં ઉડતા મચ્છર વગેરે જીવડા નો શિકાર કરે છે.
જિરાફ પોતાની લાંબી જીભ લંબાવીને કાન સાફ કરી શકે છે.
જિરાફની જીભ ઉપર વાળ હોય છે. તે કાંટાવાળી વનસ્પતિ પણ ખાઇ શકે છે.
કાંચિડાની જીભ તેના શરીર કરતાં લાંબી હોય છે.
કીડીખાઉ ની જીભ બે ફૂટ લાંબી હોય છે. તે એક મિનિટમાં 180 થી 200 લબકારા મારી કીડીના દરમાંથી હજારો કીડીઓ અને પોતાનો શિકાર બનાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.