‘સાથ નિભાના સાથીયા’ કામ કરી ચૂકેલ વંદના ગુજરાન ચલાવવા માટે રાખડી બનાવી વેચી રહ્યા છે- વિડીયો થયો વાયરલ

કોરોનાની પ્રચંડ મહામારીમાં લોકડાઉનને લીધે ફિલ્મ તથા સિરિયલના શૂટિંગ પણ બંધ થઇ ગયા હતા. અમુક મેકર્સે તો સિરિયલ પણ બંધ કરી દીધી છે. તો ઘણાં પ્રોડ્યુસર્સે તો તેમની સિરિયલની ટીમને પેમેન્ટ પણ નથી આપ્યું. પૈસાની અછતને કારણે એક્ટર્સ કોઈપણ કામ કરી રહ્યા છે. ‘સાથ નિભાના સાથિયા’ તથા ‘હમારી બહુ સિલ્ક’ ફેમ એક્ટ્રેસ વંદના વિઠલાણીએ આ મહામારીમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે રાખડી બનાવીને પણ ઓનલાઇન વેચાણ કરવાનું ચાલું કર્યું છે.

‘હમારી બહુ સિલ્ક’ના લીડ એક્ટર ઝાન ખાને વંદનાની આપવીતીનો વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વંદનાએ પણ આ સિરિયલની કાસ્ટમાં સામેલ હતા. તેમણે જણાવતાં કહ્યું હતું, કે લોકડાઉનમાં તેમને છેલ્લા શોનું પણ પેમેન્ટ ન મળતા જ તેઓ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, પરિવારનું ગુજરાન ચલાવવાને માટે તથા બાળકોની સ્કૂલની ફી ભરવા માટે જાતે જ રાખડી બનાવીને તેનું ઓનલાઇન વેચાણ કરવાનું પણ ચાલું કર્યું છે. તેમણે જણાવતાં કહ્યું, મારા પતિ વિપુલ એક થિયેટર આર્ટિસ્ટ છે, પરંતુ કોરોનામાં ચાલી રહેલ લોકડાઉનને કારણે તેમની પાસે પણ કોઈ કામ નથી.

 

View this post on Instagram

 

I am writing this post on behalf of humari bahu silk team, my unit, just to tell you all that i am tired, we are tired. This is the reality of it all, association’s are trying, the ministry is trying, cintaa is trying, producers association is trying but both the producers are just not ready to pay and blame it on each other. My dress dada, my make up dada, my co actor’s, me, we are all in a really bad state, little did i know that it would be this hard and torturous to get ones own hard earned money. We have nothing else to say or to write, sooner or later one of us will give up to this torture, and then others will follow, because honestly that seems more easy then to get our money out from the producer’s. I hope and wish that none of you reading this has to ever, ever go through this sort of a torture, it breaks you, completely. You start doubting yourself about where you went wrong. @chahatpandey_official @vandhanaa_vittlanee @kirtichoudhary04 @iamsokaran @nehaalnjoys @reevachaudary @indiaforums @aajtak @tellymasala @tellychakkar @sbsabpnews @hindustantimes @bombaytimes @pinkvilla @pinkvillatelly @spotboye_in @abpnewstv @zeetv @zeenews @cintaaofficial @jd_majethia #I&Bministry @adityathackeray @uddhavthackeray @prakash.javadekarofficial @mumbaipolice #stillnotpaid

A post shared by ZAAN KHAN (@zaan001) on

 

તેમણે જણાવતાં કહ્યું કે, મેં મારી જાતને જ વ્યસ્ત રાખવા માટે અને પૈસા કમાવાને માટે રાખડી બનાવીને તેનું ઓનલાઇન સેલિંગ કરવાનું પણ ચાલું કરી દીધું છે. સ્વાભાવિક છે, કે હું કઈ એટલી બધી તો કમાણી નથી કરી રહી પરંતુ હાલના સમયે જે મળે કે જેટલું પણ મળે એ બધું સારું જ છે.

દનાએ જણાવતાં કહ્યું હતું કે, 2019માં નવેમ્બરમાં તેમને ‘મુસ્કાન’ સિરિયલમાં રોલ પણ મળ્યો હતો. પણ તે શો ફક્ત 2 મહિનામાં જ બંધ થઇ ગયો હતો. મને તેનું તો પેમેન્ટ પણ મળ્યું હતું પરંતુ ક્યાં સુધી તે પૈસા ચાલવાના હતા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *