હાલમાં ભારત દેશમાં ચાઈનીઝ એપ્લીકેશન પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આવાં સમયે ઈજિપ્તમાં સોમવારે કુલ 5 મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ કુલ 2 વર્ષની સજા આપવામાં આવી હતી.તેના પર સમાજનાં વાતાવરણને બગાડવાનો આરોપ પણ લગાવાયો હતો. આની સાથે દરેક મહિલાને કુલ ત્રણ લાખ ઇજિપ્તિયન પાઉન્ડ એટલે કે લગભગ 14 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ મહિલાઓમાં હનીમ, હોસામ તથા મોવાદા અલ-અધમ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ રહેલાં છે. હોસામે ટિક્ટોક પર માત્ર 3 મિનિટનો વિડીયો પોસ્ટ કરીને તેનાં 13 લાખ ફોલોઅર્સને પણ કહ્યું હતું કે, છોકરીઓ મારી સાથે કામ કરીને રૂપિયા કમાઈ શકે છે.
તો આ બાજુ અધમ એ પણ ટિક્ટોક તથા ઇન્સ્ટાગ્રામ પર ઘણાં વિડીયો પોસ્ટ કરીને સરકારની સામે ટિપ્પણી પણ કરી હતી. આ વિડીયો સામે આવ્યા પછી એપ્રિલમાં હોસામની તથા મે મહિનામાં અધમની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ મહિલાઓની ધરપકડ કર્યાં પછી દેશમાં રૂઢિવાદની સાથે સામાજિક વિભાજનને લઈને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. લોકોનું કહેવું છે, કે આ મહિલાઓ અમીર ઘરની પણ નથી, એ માટે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી છે.
માનવ અધિકાર આયોગના વકીલ તારેક અલ- અવદીએ જણાવતાં કહ્યું કે, આ મહિલાઓની ધરપકડ એ સાબિત કરે છે, કે મોર્ડન કમ્યુનિકેશન ટેક્નોલોજીના સમયમાં એક રૂઢિવાદી સમાજ કેવી રીતે લોકો પર કાબુ મેળવવા ઈચ્છતાં હોય છે. વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે ઘણી ક્રાંતિ થઇ રહી છે, તથા સરકારે પણ તેનો સ્વીકાર કરવો જ જોઈએ.ઈજિપ્તમાં ઇન્ટરનેટના ઉપયોગને મામલે ખુબ જ કડક નિયમ છે.
અધિકારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરારૂપ ગણાવીને કોઈ પણ વેબસાઈટ બંધ કરી શકે છે. અહીં કુલ 5,000 થી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ઈજિપ્તમાં કુલ 10 કરોડથી પણ વધુ જનસંખ્યામાંથી કુલ 40% લોકોએ ઇન્ટરનેટ સુધીની પહોંચ પણ મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP