ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ થઇ ચૂકી છે. આ મહિનાનાં પ્રથમ સોમવારે એટલે કે 3 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. મોદી સરકાર એક ખાસ સ્કીમ હેઠળ સસ્તુ સોનાની ખરીદી કરવાની ઉત્તમ તક આપી રહી છે. કહેવાનો અર્થ તો એ છે કે, આપ સસ્તા ભાવે સોનુ ખરીદીને તમારી બહેનને પણ આપી શકો છો.
3 ઓગસ્ટે સરકાર ફરી એકવાર ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ યોજનાની શરૂઆત કરી રહી છે. આ બોન્ડ સ્કીમ હેઠળ સોનાનો ભાવ કુલ 5,334 રૂપિયા પ્રતિ ગ્રામ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઇન ચૂકવણી કરનારને કુલ 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ પણ મળશે, જેનાંથી સોનાનો ભાવ કુલ 5,284 રૂપિયા પ્રતિ ગ્રામની જ રહેશે. આનો અર્થ એ છે કે, જો તમારે કુલ 10 ગ્રામ સોનાની ખરીદી કરવી છે, તો તમારે કુલ 52,840 રૂપિયા જ ચૂકવવાનાં થશે.
જો, બજારમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ કરીએ તો કુલ 54,000 રૂપિયાથી પણ વધુ છે. આપને જણાવી દઇએ કે, મોદી સરકારની આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડને બોન્ડ તરીકેની પણ ખરીદી કરી શકો છો.
આ બોન્ડને ઓછામાં ઓછું કુલ 1 ગ્રામ તેમજ વધુમાં વધુ કુલ 4 કિલોગ્રામ સુધીનું જ ખરીદી શકાય છે. જેમાં પ્યોરિટી તેમજ સિક્યોરિટીની ચિંતા રહેતી નથી. આના માટે આપ ડિજિટલ રીતે બેંક, નિર્ધારિત પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, NSE તેમજ BSEમાં પણ અરજી કરી શકો છો.
રિઝર્વ બેંક હેઠળ આવનાર આ બોન્ડની સમય મર્યાદા કુલ 8 વર્ષની છે. જેમાં કુલ 5 વર્ષ બાદ જ વ્યાજ ચૂકવણીની તારીખ પર બહાર કાઢવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો, આ સ્કીમના ધ્યેયની વાત કરીએ તો સરકાર એના દ્વારા સોનાની ફિઝિકલ માંગને પણ ઘટાડવા માંગે છે. હાલમાં તો આપ 7 ઓગસ્ટ સુધી જ મોદી સરકારની આ સ્કીમની સાથે જોડાઇ શકો છો. આપને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનામાં ફરીપાછુ સરકાર આ સ્કીમને લઇને આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP