ભરૂચમાં પાલેજ નજીક નેશનલ હાઇવે 48 પર સુરત જતી લક્ઝરી બસને અકસ્માત નડયો છે. આ બસમાં 40થી વધારે મુસાફરો સવાર હતા. અને આ બસ સુરત તરફ જઈ રહી હતી.
બસ પલટી ખાઇ જતાં ૧૦થી વધારે મુસાફરોને ઈજા પહોંચી છે. તેમાં પણ ઘણા લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
108 એમ્બ્યુલન્સને ખબર મળતા જ તેઓ ત્યાં ઘટનાસ્થળે પહોચ્યા હતા. તે સમયે ૧૦૮ની ટીમે બસ ચાલકને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો છે. તેમજ સાથે સાથે ઘાયલ મુસાફરોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્ત મુસાફરોને 108 દ્વારા નજીકની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાન હાની ની ખબરો મળી રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP