હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવાં સમયમાં પણ રાજ્યમાંથી છેડતીની ઘણી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. આવી જ એક ઘટના હાલમાં જ રાજ્યનાં અમદાવાદમાંથી સામે આવી રહી છે.
અમદાવાદ શહેરમાંથી હાલમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી રહી છે. એક મહિલાનાં આરોપ પ્રમાણે મહેશ શાહ નામનાં જ્વેલર્સે તેની પાસેથી ઘણી ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી તથા પારિવારિક સંબંધો પણ બાંધ્યા હતા.
આ દરમિયાન મહિલાનાં પરિવારજનમાંથી એક સભ્યનું મૃત્યુ થતાં જ આરોપીએ તેણીને સાંત્વના આપવાં માટે પોતાનાં ઘરે બોલાવી હતી. જ્યાં આ મહિલાની એકલતાનો લાભ લઈને કપડાં કાઢીને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેનાં ફોટો બતાવી દેવાંની પણ ધમકી આપી હતી.
પીડિત મહિલા એ આરોપી મહેશ શાહને પોતાનાં પિતા સમાન જ માનતી હતી. જેને લીધે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ બાબતે મળેલ જાણકારી અનુસાર વેજલપુરમાં પતિ તેમજ બાળકોની સાથે રહેતી મહિલા થોડાં વર્ષો અગાઉ જ ખાનગી બેંકમાં નોકરી કરતી હતી.
આ દરમ્યાન એની મહેશ શાહ નામનાં વ્યક્તિની સાથે મુલાકાત પણ થઈ હતી. થોડાસમય પછી તેણીએ આ નોકરીને છોડી દીધી હતી. મહિલા ઘણીવાર મહેશ શાહની દુકાને દાગીના લેવા માટે પણ જતી હતી. બીજી બાજુ મહેશ શાહે સંબંધો બનાવીને પરિવારનાં સભ્યોની માટે આ મહિલા પાસેથી ઈન્સ્યોરન્સ પોલિસીઓ પણ લીધી હતી.
ત્યારબાદ આ સંબંધો પારિવારિક થતા ગયા હતાં. એક દિવસ મહિલાની માતાનું મૃત્યુ પણ થયું હતું, ત્યારે આરોપી મહેશ શાહ એ તેને સાંત્વના આપવા માટે પણ ગયા હતાં. મહિલાને ખુબ જ દુઃખી જોઈને આરોપીએ પોતાનાં ઘરે આવવા માટે પણ જણાવ્યું હતું.
ઘરમાંથી નીકળીને બીજે જઈને મન હળવું થાય તેમજ હવા ફેર કરવાનું કહીને આ મહિલાને તેનાં બાળકોને પણ સાથે લઈ ગયા હતા. મહેશ શાહનાં બાળકો તેમજ પત્ની પણ વિદેશમાં જ રહે છે, જ્યારે પોતે પણ એમની માતાની સાથે જ રહે છે.
ઘરે પહોંચીને મહેશ ભાઈએ પીડિત મહિલાને કોફી પણ પીવડાવી હતી તથા બાળકોને TV જોવાં માટે બેસાડી દીધા હતાં. ત્યારબાદ ધાબે બધું તૂટી જ ગયું હોવાનું કહીને મહિલાને ઉપરનાં માળ પર લઈ ગયાં હતાં. જ્યાં બારણાની સ્ટોપર મારવાનાં બહાને મહિલાનાં કપડાં ઉતારવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ મહિલાએ ત્યાંથી જવાનું કહેતાં જ મહેશ શાહ એમની જ કારમાં મહિલાને ઘરે મૂકી પણ ગયા હતાં તથા ધમકી પણ આપી હતી, કે બધા ફોટો છે જો કોઈને પણ કહેશે તો આ બધું બતાવી દેશે. છેવટે આ બાબતથી કંટાળીને મહિલાએ DCPને અરજી કર્યા પછી વાડજ પોલીસે મહેશ શાહની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP