સુરતના પુણા વિસ્તારમાં 15 વર્ષની કિશોરીને સ્કૂલ વાન ચાલકે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે.

ગુજરાતમાં જાણે હવે મહિલા, યુવતી અને બાળકીઓ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યમાં અવાર નવાર બળાત્કાર અને છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવી છે પરંતુ જાણો તેમના મનમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈને-કોઈ જગ્યાએ યુવતીઓ હવસનો શિકાર બનતી હોય છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના પુના વિસ્તારમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને પ્રેમજાળમાં મીઠી મીઠી વાતો કરીને તેની ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પુણા પોલીસે મહિલા અને વાનચાલકની ધરપકડ કરી છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી અભ્યાસ અર્થે સ્કૂલ વાનમાં જતી હતી. તે સમયગાળા દરમિયાન જગદીશ અગ્રવાલ નામના સ્કૂલ વેન ચાલાકે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરી, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જેમાં વાનના ચાલક અને અજાણી મહિલાનો પણ સમાવેશ થતો હોવાથી કિશોરીની બહેને ત્રણેય વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનમાં યુવતીની બહેને નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાન ચાલક જગદીશ જગદીશ અગ્રવાલ રહે. ભૈયાનગર પુણા ગામ વર્ષ 2018થી 10-11-2020 સુધીમાં કિશોરીને સ્કૂલમાં વાનમાં લેવા મુકવા જતો હતો. ત્યારબાદ તે કિશોરી પર મોહિત થઈ ગયો હતો, તેણે પ્રેમભરી વાતો કરીને પોતે પરણિત હોવા છતાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં, પોલીસ ફરિયાદ થતાં ગત રોજ નરાધમે બાળકીના ઘરે જઈ તેનું અપહરણ પણ કર્યું હતું. જગદીશ અગ્રવાલ, તેની પત્ની રવિના અને અજાણી મહિલા સાથે કિશોરીના એપાર્ટમેન્ટના નીચે પહોંચીને કિશોરીની બહેનને નીચે બોલાવી તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરી કિશોરીને ઢીક્કા મુક્કીનો માર મારી તેને લઈ જઈ ચાલુ ગાડીમાં પણ માર માર્યો હતો. પુણા પોલીસે હાલ પોક્સો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *