TFO મશીન ચોરનારા ઇસમોને ગણતરીના કલાકમાં પકડી પાડતી ચોક બજાર પોલીસ

નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ સુરત શહેરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ચોક બજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ.આર ચૌધરી તથા ચોક બજાર પોલીસ ટીમ દ્વારા  ચોક…

નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ સુરત શહેરના માર્ગદર્શન અને સૂચના અનુસાર ચોક બજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ.આર ચૌધરી તથા ચોક બજાર પોલીસ ટીમ દ્વારા  ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની હેઠળ આવતા ફરિયાદીના પંડોળ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 3 ના પ્લોટ નંબર 42 નયના ફેબના ખાતા માંથી TFO મશીનના અલગ અલગ સાધનો મળી ને કુલ રૂપિયા 1,44,500 ની મત્તાની કોઈ વ્યક્તિએ ચોરી કરી બ્લુ કલરના તાડપત્રી બાંધેલા ટેમ્પોમાં ભરી ચોરી લઈ જઈ ગુનો કર્યો હતો.

જે ગુનો પોલીસે ઉકેલી કાઢયો છે. આ ગુનામાં પોલીસ સ્ટેશનના હવાલદાર આર એસ ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનાવાળી જગ્યાનાની આજુબાજુ લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં આરોપીઓ મળી આવ્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી બાતમીના આધારે આરોપી જૈનિશ ભુપતભાઈ ઘોઘારી, હાશિમ પઠાણ, સલીમ અહેમદ, ભવર લાલ પિરાની ધરપકડ કરી હતી. પોલીસે આ ઘટનામાં 99250 નો મુદ્દામાલ તથા ઉપયોગમાં લેવાયેલ થ્રી વ્હીલર ટેમ્પો સાથે પકડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

ઉપર નો કેસ ઉકેલવામાં ઉપરી અધિકારીઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ ચૌધરી તથા સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઈર્શાદ ગુલામ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પરસોતમભાઈ તથા હિંમત સજનવાવ વગેરે જણા એ આ ગુનો ઉકેલવામાં મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *