સુરતમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું- હજારો બોરી અનાજ જાગૃત નાગરિકે પકડ્યું

સુરત શહેરમાં કૌભાંડ હવે સામાન્ય વાત બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકડાઉન જેવા સમય વચ્ચે થોડા સમય પહેલા સરકાર દ્વારા મળતા રાશનમાં…

સુરત શહેરમાં કૌભાંડ હવે સામાન્ય વાત બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકડાઉન જેવા સમય વચ્ચે થોડા સમય પહેલા સરકાર દ્વારા મળતા રાશનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ પણ સુરત શહેરમાં એવી જ એક ઘટના સામે આવી છે. સુરત જીલ્લાના કામરેજ વિસ્તારની ઘટના સામે આવી છે. સુરતના લાડવી ગામમાં સરકાર તરફથી મળતા અનાજને સગા અને સ્નેહીજનોને બારોબાર વેચી મારવાનું મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આવેલા લાડવી ગામની આ ઘટના સામે આવી છે. જેમાં સરકાર દ્વારા મળતા રાશનનું અનાજ દુકાને થી જ બારોબાર સગા અને તેમના સ્નેહીઓને આપી દેવામાં આવતું હતું. ત્યાના સ્થાનિક લોકોને આ અંગે શંકા જતા તેમણે જાતે જ તપાસ હાથ ધરી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડનો એક વિડીયો પણ હાલ સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે.

આ પહેલા પણ સુરતમાં રાશનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અને હાલના સમયમાં તો એનાથી પણ મોટું કૌભાંડ સામે આવ્યું છે. રોજ રોજ ઠાલવવામાં આવતા રાશનના ટ્રકને બારોબાર બીજાને આપી દેવામાં આવતું હતું. અને જરૂરિયાત અને ગરીબો સુધી આ અનાજ નહોતું પહોચી શકતું. એકતરફ કોરોના દિવસેને દિવસે લોકોના જીવ લઇ રહ્યો છે અને હજારો લોકોનો શિકાર કર્યો છે અને બીજીતરફ સમાજમાં રહેતા આવા લુખ્ખાતત્વોને કારણે આવા કૌભાંડ થાય છે. અને હરામનું ખાઈને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે.

જયારે થોડા સમય પહેલા સુરતમાં જ આવી એક ઘટના સામે આવી હતી.  લોકડાઉનના સમયમાં ગુજરાત સરકાર સંચાલિત સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને રાશન આપવાનું શરુ છે. ત્યારે ગરીબોના હક્કનું આ અનાજ સગેવગે કરીને બારોબાર વેચી મારવાનું કારસ્તાન કરનાર ઝડપાતા સુરતમાં ચકચાર મચી છે. સુરતના ઇચ્છાપોર તરફ આવતા મોરા ગામની એક દુકાનદાર ગરીબો નું અનાજ સગે વગે કરનાર ઝડપાયો હતો.

રેડ કરનાર મામલતદાર એ બાતમી ના આધારે રેડ કરી ગોડાઉન માંથી મોટી માત્ર માં અનાજ નો જથ્થો ઝડપી પાડ્યો, જે બાબતે મીડિયા સાથેની વાતચીતમાં મામલતદાર એ જણાવ્યું કે તેઓને આ માહિતી વોટ્સેપના માધ્યમથી મળી હતી. કે જ્યાં અનાજ સગેવગે થઇ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *