સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો

દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક…

દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક કાર્યવાહીના વિડીયો, ફોટો વાઈરલ થતા રહે છે તે વચ્ચે સુરતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માનવતા મહેકાવે તેવું કાર્ય સામે આવ્યું છે. સુરત કતારગામ પોલીસ મથકના PI બી.ડી ગોહિલએ પોતાનો ૩૪ મો જન્મદિવસ પરિવાર સાથે નહીં પરંતુ લોકો ને મદદ કરી ઉજવીને માનવતા મહેકાવી છે,

PI બી.ડી ગોહિલના મતે સેવા એજ જન્મદિવસ ની ઉજવણી છે જેથી તેઓ જન્મ દિવસે ફરજ પર હાજર રહી લોકો ને મદદરૂપ થયા. પીઆઇ એ પોતાના 34 માં જન્મ દિવસે જરૂરીયાતમંદ ગરીબોને સ્વખર્ચે 300 જેટલી રાશન કીટ આપીને ગરીબોને સહાય કરી છે. આજે દિવસ દરમ્યાન કતારગામ પીઆઇ અખો દિવસ ફરજની સાથે સાથે સેવાકાર્ય કરી જન્મદિવસ ઉજવશે.

કતારગામ પોલીસ દ્વારા કોરોના વાયરસ બાદ લાદવામાં આવેલા લોકડાઉન બાદ સતત સામાજિક સંસ્થાઓ સાથે રહીને જરૂરીયાતમંદ વ્યક્તિઓની સરભરા કરી છે.

કતારગામ પોલીસની સરાહનીય કામગીરી: સ્વખર્ચે ગરીબોને કરાવ્યું ભોજન, જુઓ વિડીઓ

કતારગામ પોલીસ સ્ટેશનમાં નવા વર્ષની ઉજવણી કરાઈ સત્યનારાયણ ભગવાનની કથા સાથે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *