ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા બોયફ્રેન્ડે કરી જોરદાર તૈયારીઓ- પછી જે થયું એ…

પ્રેમ એ લાગણીનું પ્રતિક છે. ઘણીવાર લોકો એમની જુદી-જુદી રીતે પોતાની લાગણી વ્યક્ત કરતાં હોય છે. ઘણાં લોકો પોતાની જીવનસાથીને ગુલાબ આપીને પણ પોતાનાં પ્રેમની માંગણી કરતાં હોય છે. એવામાં જ એક ઘટના સામે આવી રહી છે.

પ્રેમને વ્યક્ત કરવો એ પણ એક આવડત જ છે. પરંતુ સૌ કોઇ તેમાં સફળ થાય તેવું શક્ય પણ નથી. આ માટે ઘણાં પ્રેમીઓ હવે ઈન્ટરનેટ દ્વારા જ પ્રેમને કઈ રીતે વ્યક્ત કરી શકાય એ કરતાં શીખી ગયાં છે. તેમ છતાં પણ ગડબડ તો થઇ જ જાય છે. આ રીતની જ એક ઘટના ઈંગ્લેન્ડના શેફીલ્ડ શહેરમાંથી સામે આવિ રહી છે.

જ્યાં એક યુવકે પોતાની પ્રેમિકાને લગ્નને માટે પ્રપોઝ કરવા એક ખૂબ જ સુંદર એવું રોમેન્ટિક વાતાવરણ બનાવ્યું હતું. જેનાં માટે યુવકે ફ્લેટમાં કુલ 100 ટીલાઇટ કેન્ડલ એટલે કે નાની મીણબત્તીથી ઘરને રોશન પણ કર્યું હતું. પરંતુ આ મીણબત્તીએ માહોલને રોમેન્ટિક કરવાની જગ્યાએ ઘરમાં જ આગ લગાવી દીધી હતી.

સાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે ટ્વીટ પર આ ઘટનાની માહિતી આપી છે. એમણે તસવીરની સાથે જ શેર કરતા લખ્યું, ધ્યાનથી જુઓ. આપને શું દેખાઇ રહ્યું છે. હા, તમે સાચા જ છો. ઘણી મોટી સંખ્યામાં ટીલાઇટ કેન્ડલ્સ. જાણવા માંગો છો કે શું થયું અહીં. આ તમામ જ રોમેન્ટિક પ્રપોઝલની માટે હતું. જે હવે ખૂબ જ ખોટું થઇ ગયું છે. અરે હા…આનાથી પણ અન્નેય એ શીખ મળી, કે મીણબત્તીનો ઉપયોગ પણ કેવી રીતે કરવો જોઇએ.

માત્ર 26 વર્ષીય યુવકે એની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કુલ 14 દિવસથી પ્લાનિંગ કરી રાખી હતી. એણે પોતાની માત્ર 22 વર્ષીય ગર્લફ્રેન્ડની માટે રીંગની પણ ખરીદી કરી હતી. એણે પોતાની પ્રેમિકાને સરપ્રાઇઝ આપવા માટે પણ લિવિંગ રૂમને કુલ 100 કેન્ડલ્સથી શણગાર્યો હતો આની સાથે જ બલૂન પણ હતાં.

જ્યારે યુવક એની ગર્લફ્રેન્ડને લઇને પરત આવ્યો તો એણે જોયું કે, ઘરમાં તો આગ લાગી ગઇ છે. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો ત્યારબાદ યુવકે બળી ગયેલ ઘરમાં જઇને પોતાની પ્રેમિકાને લગ્નને માટે પ્રપોઝ પણ કરી હતી. વળી, પ્રેમિકાએ પણ એનાં પ્રપોઝલને સ્વીકારી લીધું હતું.

આ બનાવ સોમવારનાં રોજ શેફીલ્ડનાં એબેડેલ રોડ પર બન્યો હતો. યુવક ઘરને શણગારીને પ્રેમિકાને લેવા માટે ચાલ્યો ગયો હતો. પરંતુ જ્યારે એ કપલ રૂમમાં પરત આવ્યો તો આખું ઘર જ આગમાં હોમાઇ ગયું હતું. ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં તથા આગ પર કાબૂ પણ મેળવ્યો હતો.

બંનેની પ્રથમ મુલાકાત તો એક એપ દ્વારા જ થઇ હતી. ત્યારબાદ બંને કલાકો સુધી વાતો પણ કરતાં હતાં. હાલમાં તો યુવક એનાં કઝીનને ત્યાં જ રોકાયો છે પરંતુ તેઓ વીમાને લઇને વધુ જાણકારીની રાહ પણ જોઇ રહ્યા છે. આગમાં એક લેપટોપ, સ્પીકર તેમજ થોડા પુસ્તકો પણ ખાખ થઈ ગયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *