બે હજારથી વધુ કોરોનાને લીધે મોત થયા પછી પણ લોકડાઉન નથી થયું આ દેશમાં

સ્વીડનમાં કોરોનાવાયરસની સંખ્યા 18,600થી વધારે થઈ ચૂકી છે. ત્યાં અત્યાર સુધી 2194 લોકોનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે. પરંતુ આ દેશમાં રેસ્ટોરન્ટ, બાર, દુકાનો અને…

સ્વીડનમાં કોરોનાવાયરસની સંખ્યા 18,600થી વધારે થઈ ચૂકી છે. ત્યાં અત્યાર સુધી 2194 લોકોનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે. પરંતુ આ દેશમાં રેસ્ટોરન્ટ, બાર, દુકાનો અને સ્કૂલો ખુલ્લી છે.અલગ રીતથી કોરોનાવાયરસ સામે લડવા માટે હવે દુનિયાભરમાં સ્વીડનની ચર્ચા થઈ રહી છે પરંતુ ઘણા લોકો સરકારની વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સ્વીડનમાં દુકાનો અને બાર ખોલવાનો કોઈ નિર્ણય રાજનીતિ વ્યક્તિ નહીં પરંતુ દેશના મોટા ડોક્ટર એ લીધો છે. દેશના સંક્રામક રોગ વિશેષજ્ઞ ટેગનેલએ કોરોનાથી લડવાની રણનીતિ તૈયાર કરી છે. દેશમાં ઘણા લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

કોરોના સમયગાળા વચ્ચે પણ બાર ખોલવાને લઈને સ્વીડનમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ બારમાં ઉભું નહિ રહે અને એકબીજા વચ્ચે પાંચ ફૂટનું અંતર રાખશે. તેમજ 50થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે.રવિવારે અધિકારીઓએ પણ કહ્યું કે જે રેસ્ટોરન્ટ અને બારમાં લોકો નિયમ તોડતા મળી આવે છે તેમણે જેલમાં પૂરવામાં આવી રહ્યા છે.

સ્વીડનમાં બગીચાઓમાં પણ લોકો જઈ રહ્યા છે અને સનબાથ પણ લઇ રહ્યા છે. ડેલી મેલના રિપોર્ટ અનુસાર વાયરસના કેટલીક હદ સુધી એક્સપોઝરની સાથે સાથે સામાન્ય લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે અને જે લોકોને ભય વધારે છે તેવા લોકોને બચાવવા માટે sweden સરકારે આ પ્રકારની guideline બનાવી છે. જણાવી દઈએ કે સ્વીડનની વસ્તી લગભગ એક કરોડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *