જલારામબાપાનો વધુ એક ચમત્કાર- હવે આ કટ્ટર મુસ્લિમ દેશમાં બનશે બાપાનું ભવ્ય મંદિર

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યનાં રાજકોટ જીલ્લામાં આવેલ વીરપુર ગામમાં જલારામ બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર એ કોઈપણ જાતનું…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યનાં રાજકોટ જીલ્લામાં આવેલ વીરપુર ગામમાં જલારામ બાપાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર એ કોઈપણ જાતનું દાન કોઈ પાસેથી લેતું નથી તેમ છતાં આ મંદિર છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. તેમજ આ મંદિરમાં ભોજનશાળા પણ અખંડ જ ચાલુ રહે છે.

આ મંદિરને લઈને હાલમાં જ એક આનંદના સમાચાર સામે આવી રહ્યાં છે. માનવ સેવા માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એવા સંત શિરોમણી જલારામ બાપાનાં ભક્તોને હવે દુબઈમાં પણ જલારામ બાપાનાં દર્શનનો લાભ મળશે. દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનવા માટે જઈ રહ્યું છે તેમજ આ મંદિરને કોઈપણ પ્રકારનાં ફંડ-ફાળા લીધાં વિના જ બનાવવામાં આવશે. આ અંગેની દુબઈ સરકારે પણ મંદિર બનાવવા માટેની પરવાનગી આપી દીધી હોવાનું જાણવામાં આવ્યું છે.

સમગ્ર રઘુવંશી સમાજ તથા દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તજનો માટે દુબઈમાં પણ જલારામ બાપાનું મંદિર બનાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તથા આ માટેની જરૂરી મંજુરી પણ દુબઈની સરકાર તરફથી મળી  ગઈ છે. આ મંદિર બનતા જ દુબઇમાં વસતા આપણાં ભારતીયો તેમજ અહીંથી દુબઇ જતાં જલારામ બાપાનાં ભક્તોને પણ ટૂંક જ સમયમાં જલારામ બાપાનાં દર્શન દુબઇમાં કરવાનો પણ લાભ મળશે.

આ મંદિરનાં નિર્માણનાં ભગીરથ કાર્યમાં ભરતભાઇ રૂપારેલ કે જેઓ મૂળ તો પોરબંદરનાં જ વતની છે તેમજ દુબઇમાં તેમજ કેનેડાનાં વાનકુવરમાં પણ ગોલ્ડનાં શો-રૂમ ધરાવે છે, તેઓ આ કાર્યની માટે ખાસ જહેમત ઉઠાવી પણ રહ્યા છે. છેલ્લા કુલ 20 વર્ષથી જ તેઓ દુબઇમાં પણ એમનાં ઘરે જલારામ જયંતિ ઉજવે છે. આ મંદિર બનવાનાં શુભ સમાચાર ભરતભાઇએ વર્ષ 1977 થી એમનાં ખાસ મિત્ર એવાં રાજકોટનાં હરીશભાઈ લાખાણીને આપેલ છે.

આ મંદિરને બનાવવાં માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં હરીશભાઇ પવાણી કે જેઓ કચ્છી લોહાણા છે. જેઓ પણ ઓમાનથી દુબઈમાં આવીને વસ્યાં છે તેમજ દુબઈમાં પરસોતમ કાનજીનાં નામે પ્રખ્યાત પણ છે. તેઓ ગોલ્ડ, કરન્સી તથા ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીનો પણ વ્યવસાય ધરાવે છે. આ ટ્રસ્ટનાં તમામ વ્યક્તિ ખૂબ જ સ્ટ્રોંગ રહેલાં છે. દુબઇમાં તેમજ કોઈપણ જાતનાં ફાળા લીધાં વિના આ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *