અમદાવાદ શ્રેય અગ્નિકાંડ બાદ આ કોરોના હોસ્પીટલમાં લાગી ભયંકર આગ- 9 દર્દીઓ જીવતા ભડથું બન્યા

આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્થિત હોટેલમાં આગ લાગી હતી. (Fire in Vijayawada, Andhra Pradesh) હાલમાં આ આગ પર ફાયરવિભાગ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ હોટેલનો ઉપયોગ કોવિડ સેન્ટર માટે થઈ રહ્યો હતો. હોટેલની અંદર ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે , જયારે 9 લોકોનું મૃત્યુ થયું છે. આ ઘટના હોટલ સ્વર્ણ પેલેસમાં બની છે. હોટેલમાં 40 લોકો હાજર હતા. 30 કોરોના મેરીઝ અને 10 લોકોનો હોસ્પીટલ સ્ટાફ હતો.

સખ્ત મહેનત પછી આગ પર પણ કાબુ આવી ચુક્યો છે. ઘાયલોની સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ખુદ આ ઘટના ઉપર નજર રાખી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ સીએમ સાથે વાત કરીને દરેક જરૂરી મદદ કરવાની વાત કરી છે. પીએમ મોદી આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. હાલમાં સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. અને આખી બિલ્ડીગ ખાલી કરાવવામાં આવી છે. ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

વિજયવાડાના પોલીસ કમિશ્નર બી શ્રીનિવાસુલુએ જણાવ્યું કે, ‘લગભગ સવારના 5.09 વાગ્યે આગ લાગવાની સૂચના મળી હતી, 5:30 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હોટલમાં ફસાયેલા 15-20 લોકોનો બચાવ થયો અને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત હોસ્પિટલમાં ગંભીર છે. 30 કોરોના મેરીઝ અને 10 લોકોનો હોસ્પીટલ સ્ટાફ આ બિલ્ડિંગમાં ફસાયેલા હતા.’

પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘વિજયવાડા એક કોવિડ કેર સેન્ટર માં આગ લાગી ત્ર ખુબ જ દુઃખદ ઘટના છે. મારી દુઆઓ તે લોકોની સાથે છે, જીવનના તમારા પ્રિયજનોને સહાનુભુતિ છે. હું પ્રાર્થના કરું છું કે, ઘાયલ લોકોસાજા થઈ જાય.’

કૃષ્ણના ડિસ્ટ્રિકટ કલેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝએ ANI ને જણાવ્યું કે, ‘આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી. લગભગ 22 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા છે. અમે સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવી લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આગની ઘટના  શોર્ટ સર્કિટ થવાના કારણે થઈ છે. અમે આગળની તપાસ પણ કરીએ છીએ.’

કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કિશન રીડ્ડીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘વિજયવાડાની કોવિડ સેન્ટરમાં આગના સમાચાર હેરાન કરનાર ઘટના છે.’

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડુએ કહ્યું, ‘આજે સવારના વિજયવાડા કોવિડ સેન્ટરમાં આગની ઘટના બાદ બહુ પીડા થઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર માટે મારી સંવેદનાઓ અને ઘાયલો જલ્દી સાજા થાઈ તે માટે પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *