ગુજરાતનું શરમજનક શિક્ષણ જગત- અમદાવાદી શિક્ષકે ઈંગ્લિશ શિખવાડવાના બહાને છોકરી સાથે રૂમમાં જઈને…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં આ મહામારીની અસર થોડાઘણા અંશે શિક્ષણ જગત પર પણ પડી છે. ઘણાં વિદ્યાર્થીઓ તો પોતાનાં ઘરે જ શિક્ષકને બોલાવીને અભ્યાસ કરતાં હોય છે. હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે.

હાલમાં ગુજરાતમાં બાળકોમાં વિદ્યાનું સિંચન કરનાર શિક્ષકો દ્વારા જ છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવતાં હોવાનાં કિસ્સામાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આવેલ ઓઢવ વિસ્તારમાં એક શિક્ષકે ઈંગ્લિશ શિખવાડવાને બહાને એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી તેમજ વર્ષો સુધી તેનાં પર દુષ્કર્મ પણ આચર્યું હતું.

આટલું જ નહીં, પરંતુ શિક્ષકે છોકરીની સાથે લગ્નનું નાટક પણ રચ્યું હતું.પરંતુ શિક્ષકનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાંની જાણ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે યુવતીએ ઓઢવમાં આવેલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

અમદાવાદમાં આવેલ ઓઢવ વિસ્તારમાં રહેતી માત્ર 16 વર્ષની કિશોરીએ ભાઈનું શાળાનું ફોર્મ ઈંગ્લિશમાં ભરવાનું હોવાંથી એનાં પાડોશમાં જ રહેતાં એક યુવક શિક્ષકની મદદ લીધી હતી. ત્યારપછી શિક્ષકે કિશોરીને ઈંગ્લિશ ટ્યુશનની વાત કરીને પોતાની જાળમાં પણ ફસાવી લીધી હતી.

ત્યારપછી ટ્યુશન કરવાં માટે ઘરે આવતી કિશોરી પર તેણે દુષ્કર્મ પણ આચર્યું હતું તથા એનાં ફોટા પણ પાડી લીધા હતાં. વર્ષો સુધી શિક્ષકે કિશોરીની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. શિક્ષકે છોકરીને લગ્નની લાલચ પણ આપી હતી. પરંતુ માત્ર 22 વર્ષની થયેલ યુવતીએ જ્યારે લગ્નની માટે દબાણ કર્યું ત્યારે શિક્ષકે એક મિત્રને ત્યાં છોકરીની સાથે લગ્નનું નાટક પણ કર્યું હતું.

ત્યારપછી છોકરીને જાણ થઈ કે શિક્ષકનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયા છે. ત્યારપછી એ શિક્ષકનાં ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ આ સમયે શિક્ષકે એને અપનાવવાની જ ના પાડી દીધી હતી. જેથી કરીને યુવતીએ આ મામલે શિક્ષકની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *