હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીની અસર તો સમગ્ર વર્ષ દરમિયાન ઉજવવામાં આવતાં ઉત્સવો પર પણ પડી છે. હમણાં જ થોડાં દિવસ પહેલાં રક્ષાબંધનનો ઉત્સવ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે જ બનેલી એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
રક્ષાબંધનનો અર્થ એવો થાય છે, કે આ દિવસે બહેન પોતાનાં ભાઇને હાથે રાખડી બાંધીને એનાં લાંબા આયુષ્યની માટે ઇશ્વરની પાસે પ્રાર્થના કરે છે. તેમજ તન, મન, ધનથી સુખી રહે એવાં આશીર્વાદ પણ આપે છે. પરંતુ અમદાવાદમાં એક એવિ ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ આ બે ભાઇની ઉપર ધિક્કારની લાગણી કરશો.
ભાઈને રાખડી બાંધવા માટે આવેલ કુલ 2 ભાઈએ બહેનને છરીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાંની ઘટના સામે આવી રહી છે. સોફી ઉર્ફે મીરા દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાથી ભાઈનાં છૂટાછેડા થઈ ગયાં હતાં તથા ઘણીવાર ભાઈઓની વચ્ચે બોલાચાલી થતી હોવાથી મીરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
કલકત્તાની વતની સોંફી ઉર્ફે મીરા છેલ્લા ઘણાં સમયથી એનાં કુલ 4 ભાઈની સાથે અમદાવાદમાં રહેવા માટે આવી હતી. આ દરમિયાન એનાં પહેલાં લગ્ન રાકેશ નેપાળીની સાથે થયાં હતાં. રાકેશ નેપાળીનું મોત થતાં એને અન્ય લગ્નને રામ સ્વરૂપ સાધુની સાથે કર્યા હતાં.
બહેન દેહવ્યાપારનો ધંધો કરતી હોવાથી તેમજ એનાં લીધે કુટુંબમાં ભાઈમાં સતત બોલાચાલી થટી હોવાથી તથા સાજીતનાં છુટાછેટા બહેન દેહવ્યાપારનો ધધો કરતી હોવાથી જ થયા હતાં. જેને લીધે સાજીત તેમજ રોજો અલી બંને ભાઈએ બહેનની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
વસ્ત્રાલમાં આવેલાં સરિતા રેસીડેન્સીમાં રહેતી બહેન મીરાને રક્ષાબંધનનાં બીજા દિવસે જ બન્ને ભાઈ રાખડી બાંધવા માટે આવે છે એમ ફોન કરીને એનાં ઘરે પહોંચ્યા હતાં. સાજીત તેમજ રોજોઅલી બંન્નેએ મીરાની પાસે રાખડી પણ બંધાવી હતી.
રાખડી બાંધ્યા પછી બંન્ને ભાઇએ મળીને રુમમાં અગરબત્તી કરી રહેલ પોતાની જ બહેનને પીઠનાં તેમજ પેટનાં ભાગમાં છરી મારીને મોતને ઘાટ પણ ઉતારી દીધી હતી.બંને ભાઈએ હત્યાની શંકા એમનાં પર ન જાય તેની માટે તકનો ફાયદો લીધો હતો તેમજ હત્યાની ઘટના બન્યાનાં કુલ 3 અઠવાડિયા પહેલા જ બંને ભાઈએ મીરાને એનાં બીજા પતિ રામ સાધુની સાથે જ ઝઘડો કરતાં પણ જોઈ હતી.
એને લઇને અત્યારે હત્યા કરશે તેમજ કોઈ તેમનાં પર શકા ન જાય તેમજ એને લઈને સાજીત તથા રોજો અલીએ મીરાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. બંન્ને ભાઈએ ઘરે જઈને જ બહેનને મોતને ઘાટ ઉતારીને ઘરમાં રહેલ સોના-ચાંદીનાં દાગીના સહિત કુલ રોકડ 6,14,000ની લૂંટ પણ કરીને ભાગી ગયા હતાં.
કોઈને શંકા ન જાય તેની માટે મકાનની બહાર તાળું મારીને જ બંને ભાઈ ત્યાંથી ભાગી થઈ ગયા હતાં. ત્યારપછી બંન્નેએ હત્યા કરતાં સમયે પહેરેલ કપડા તેમજ કુલ 2 છરા વટવાની પાસે ઝાડીમાં જ ફેંકી દીધા હતાં.બહેનની પાસે પોતાની રક્ષા માટે રાખડી બાંધવા માટે આવેલ ભાઈએ જ હત્યા કરતાં ઘણાં પ્રશ્ન ઉભા થયાં છે તથા ભાઈ બહેનનાં વિશ્વાસની પણ હત્યા થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP