હાલમાં સમગ્ર રાજ્યમાં અકસ્માતમાં સતત વધારો જ થતો જાય છે. અવારનવાર અકસ્માતની ઘણી ઘટનાઓ રાજ્યમાંથી જ સામે આવતી હોય છે. આજે જ ધોરાજી નજીક ST બસ તેમજ કારની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 2 લોકોનાં મોત પણ થયાં હતાં.
તેમજ અગાઉ પણ થોડાં દિવસ પહેલાં જ ઘણી જ ઘટનાઓ બની હતી. આવી રીતે ઘણીવાર થતાં અકસ્માતને કારણે ઘણાં લોકોએ પોતાનાં જીવ પણ ગુમાવ્યાં છે, તેમજ અકસ્માતને કારણે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતાં હોય છે. હાલમાં પણ ફરી એકવાર આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માત હાઈવે પર થયેલ છે.
લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર કોઈક કારણસર ગેસનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ ટેન્કરની નીચે એક વ્યક્તિ નીચે ફસાઈ પણ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ જરૂરી કાર્યવાહી અથૅ મહેસૂલી તેમજ પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
ગેસ ટેન્કરની નીચે ફસાયેલ ડ્રાઈવરને બહાર પણ કાઢી લેવામાં આવ્યો હતો તેમજ એને સારવાર માટે 108 દ્વારા સરકારી R.R. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. નસીબસંજોગે આ અકસ્માતમાં બીજી કોઇપણ જાતની જાનહાની થવાં પામી ન હતી. પલટી ખાઈ ગયેલ ગેસ ટેન્કરને ખસેડવાં માટે ગેસ ટેન્કર માલિક તથા ગેસ કંપની HP ને પણ ટેલીફોનીક દ્વારા જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP