હરિયાણામાં આવેલ UP કરમન સરહદની નજીક આવેલ પલવાલમાં અફરાતફરી મચી ગઈ હતી જ્યારે એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં સવાર કુલ 4 લોકો પૈકી કુલ 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાષ્ટ્રીય ધોરીમાર્ગ -19 પર ઊભેલા ટેન્કરમાં સ્વીફ્ટ વાહન પાછળના ભાગે અથડાયું ત્યારે આ ઘટના બની હતી.
આ વાહનમાં કુલ 1 મહિલા સહિત કુલ 4 લોકો સામેલ હતા તેમજ UPમાં આવેલ સંબંધીનાં ઘરેથી પાછા દિલ્હીમાં તેમના ઘરે જઇ રહ્યા હતા. પોલીસે લાશને કબજે કરીને પલવાલની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને ટેન્કરને કબજે લઇને તપાસ શરૂ કરી છે.
રસ્તા પર પાર્ક કરેલ સ્વિફ્ટ કારને જોતા જ અનુમાન લગાવી શકાય છે કે ટેન્કર સાથે કેટલી મજબૂત રહી હશે. પોલીસ તપાસ અધિકારી મહેન્દ્રસિંહે જણાવ્યું હતું, કે તેમને સવારે એક સ્વીફ્ટ વાહન અને ટેન્કર વચ્ચે ટકરાઈ હોવાની બાતમી મળી હતી અને વાહન પર સવાર ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
માહિતી મળ્યાં બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને જોયું કે કારમાં એક મહિલા સહિત કુલ 4 લોકો હતા અને તે કારમાં ખરાબ રીતે ફસાઈ ગયાં હતાં. તેણે જણાવતાં કહ્યું, કે જ્યારે તેમણે પ્રથમ મુસાફરોને બહાર કાઢ્યા ત્યારે તેણે જોયું કે કુલ 2 લોકોનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને કુલ 2 લોકો ઘાયલ થયા હતા.
જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી ઘાયલ થયેલ કુલ 2 શખ્સોમાંથી એકનું તો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.કારમાં એક મહિલા સહિત કુલ 4 લોકો હતા, જેમાંથી મહિલા સહિત કુલ 3 લોકોનાં તો મોત નીપજ્યાં છે અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઇજાગ્રસ્ત વ્યક્તિને ફરીદાબાદ રીફર કરવામાં આવ્યો છે અને તેની હાલત પણ ખુબ જ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ તપાસ અધિકારીએ જણાવ્યું હતું, કે આ ઘટના ત્યારે બની જ્યારે વાહનનાં તમામ મુસાફરો UP માં રહેતાં એમનાં એક સંબંધીના ઘરેથી દિલ્હી પરત તેમના ઘરે જઇ રહ્યા હતા.
પરંતુ તેઓ હરિયાણા કરમન સરહદ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગો સેવા હોસ્પિટલ નજીક હાઈવે પર ઉભેલ ટેન્કરમાં વાહન પાછળના ભાગે ટકરાયું હતું અને તમામ સવાર મુસાફરો અંદર જ ફસાઇ ગયા હતા, પરંતુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તેમને પ્રથમ બહાર કાઢવામાં આવ્યાં હતાં.
તેમણે જણાવતાં કહ્યું કે કુલ 3 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોનાં મૃતદેહને કબજે કરવામાં આવ્યા હતાં અને મૃતદેહોના પોસ્ટ મોર્ટમ માટે પલવાલની સેવાલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ઘટના અંગેની મૃતકોના પરિવારજનોને જાણ પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું, કે મૃતકોમાં પ્રમોદ, સંતોષ, રૂપરાણી તથા કાર ચાલક સદ્દિક નામનો એક યુવાન ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બધા જ દિલ્હીમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews