પ્રધાનમંત્રી મોદીએ કોરોના સામેની લડાઈમાં કોંગ્રેસી મુખ્યમંત્રીના કર્યા બે મોઢે વખાણ- જાણો કોણ છે

કોરોના સંક્રમણથી લડવા માટે રાજસ્થાન સરકારે કેટલાક અતિ ઉત્તમ પગલાં લીધા છે. જેને કારણે આવા મુશ્કેલીના સમયમાં રાજસ્થાને એક મોડેલ રાજ્ય તરીકે ઓળખાણ બનાવી છે.…

કોરોના સંક્રમણથી લડવા માટે રાજસ્થાન સરકારે કેટલાક અતિ ઉત્તમ પગલાં લીધા છે. જેને કારણે આવા મુશ્કેલીના સમયમાં રાજસ્થાને એક મોડેલ રાજ્ય તરીકે ઓળખાણ બનાવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે, તેને જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે રાજસ્થાન સરકાર પાસેથી અન્ય રાજ્યોએ શીખવું જોઈએ.

પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓને સંબોધિત કરતાં કહ્યું કે રિફોર્મ કરવાની દિશામાં રાજ્યોએ આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કે આ મહામારીનો મુકાબલો કરવા માટે હું અશોક ગેહલોત ને શુભકામના આપું છું. અશોક ગેહલોતે ઘણા પગલાં લીધા છે. તેમાં મજુરોના કામની સમયસીમા માં વધારો કર્યો છે, જેની આલોચના પણ થઇ છે. પરંતુ રાજસ્થાનને અન્ય રાજ્યોને નવી દિશા બતાવી, જેનું દરેક રાજ્યોએ અનુસરણ કરવું જોઈએ.

જણાવી દઈએ કે રાજસ્થાન સરકારે એક નિર્ણય લીધો હતો કે જે ફેક્ટરીઓમાં મજુર કામ કરે છે, તેઓ ફેક્ટરીમાં જ રહીને 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરશે. મજુરોના કામ કરવાના સમયને વધારવાથી તેઓ પોતાના કામમાં વ્યસ્ત પણ રહી શકશે અને જે મજૂરોની કમી છે તે પણ પૂરી થઈ જશે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ નિર્ણયની આલોચના પણ થશે, પરંતુ રાજસ્થાને અન્ય રાજ્યોને દિશા બતાવી છે અને અન્ય રાજ્યોએ પણ આવા જ મહત્વના નિર્ણય લેવા જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં કહ્યું કે રાજ્યની સરકારો એ lockdown કઈ રીતે ખોલવું તે અંગેની પોતાની નીતિઓ તૈયાર કરવી જોઈએ આમાં રાજ્ય પોતાના રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન વિસ્તારોને lockdown મુક્ત કરી શકશે. જે રાજ્યોમાં વધુ કેસ છે ત્યાં lockdown ચાલુ રહેશે. જે રાજ્યોમાં કેસ ઓછા છે ત્યાં જિલ્લા પ્રમાણે રાહત દેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા ન કરો, આપણી અર્થવ્યવસ્થા સારી છે. જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં અલગ અલગ જિલ્લાઓને ઝોન પ્રમાણે વહેંચ્યા છે, અત્યારે અંદાજે ૧૭૦ જેટલા જિલ્લા રેડ ઝોનમાં છે.

જણાવી દઈએ કે કોરોનાવાયરસ ના સંકટને કારણે ત્રણ મે સુધી દેશભરમાં તાળાબંધી છે. આની વચ્ચે lockdown ખોલવાની રણનીતિ તૈયાર કરવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. આમાં ઘણાં રાજ્યોએ lockdown આગળ વધારવાના અને તબક્કાવાર lockdown હટાવવાના પ્રસ્તાવ રાખ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *