રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. બીજી બાજુ કોરોના વાયરસના ડરના કારણે ઘણા કેસોમાં દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે રાજકોટમાંથી કોરોના સંક્રમિત કેદી ભાગી જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ કોરોના સંક્રમિત કેદી ભાગવા જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ કિસ્સામાં ગોંડલ સબજેલના કેદીને કોરોનાનો ચેપ લાગતા તેને રેનબસેરામાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કેદીએ ચોથા માળેથી ચાદરનું દોરડું બનાવીને ભાગવાની કોશિશ કરતા જમીન પર પટકાયો હતો, અને તેનું કરૂણ મોત થયું છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટના ગોંડલ સબજેલના કાચા કામના કોરોના ગ્રસ્ત કેદીનું ચોથા માળેથી પટકાતા કરૂણ મોત થયું છે. આ ઘટનામાં રાજકોટ રેનબસેરાના ચોથા માળેથી ચાદરનું દોરડું બનાવીને કોરોનાગ્રસ્ત દર્દી ભાગવા જતા નીચે પટકાયો હતો અને તેનું કરૂણ મોત નિપજ્યું છે.
ગોંડલ સબજેલના કેદીનું નામ આનંદગીરી હરિગીરી ગોસ્વામી હતું. જેને થોડા સમય પહેલા કોરોના થયો હતો. થોડા દિવસ અગાઉ આ દર્દીએ કોવિડ સેન્ટરમાંથી પણ ભાગવાની કોશિશ કરી હતી. બીજી વખત ભાગવા જતા કેદીનું મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થતા રાજ્યમાં પ્રથમ વખત પોઝિટિવ દર્દીનું વર્ચ્યુલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે. અગાઉ થોડા દિવસ પૂર્વે રાજકોટ કોવિડ 19 હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો હતો. બાદમાં પકડાયા બાદ ફરી રેનબસેરામાં સારવાર દરમિયાન ભાગવા પ્રયાસ કરતા મોત નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews