ભારતમાં કોરોનાથી સાજા થયેલા લોકો પાછા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, સામે આવ્યું ચોકાવનારું કારણ

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં ભારતમાં 2,651,290 કોરોનાના પોજીટીવ કેસ નોંધાય ચુક્યા છે અને 51079 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે હાલમાં કોરોનાથી સાજા થયેલા લોકો પાછા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે જે એક ચોકાવનારી ઘટના છે. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં એવી સમસ્યા સામે આવી છે કે, તેમને હોસ્પિટલ દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં ડેડિકેટેડ ક્લિનિક્સ જે પોસ્ટ કોવિડ કેર આપવાથી માંડી વોટ્સએપ ગ્રુપ બનવા સુધીનો સમાવેશ થાય છે. આ ગ્રુપ્સમાં ડૉક્ટર્સ અને દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં મોનિટરિંગ અને ફિડબેક પ્રોસેસ સારી થઈ રહી છે.

ગુજરાતના સૂરતમાં આવેલ સીમર હોસ્પિટલમાં સારવાર પછી 70 વર્ષીય મહિલાને થોડા દિવસ માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ તેને હોસ્પીટલમાં રજા આપી દેવામાં આવી હતી, તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યો હતો, પરંતુ ઘર પહોંચ્યા પહેલા જ તેમનું રસ્તામાં મોત થયું હતું.

થોડા દિવસ પહેલા જ દિલ્હીના નોઈડામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. નોઈડાની એક હોસ્પિટલને ત્યારે એલર્ટ કરવામાં આવી જ્યારે ડિસ્ચાર્જ દર્દીને ઓક્સિજન લેવલમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હતી. તેને હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યો હતો. જેને ફેફસામાં ઈન્ફેક્શન હતું અને ઓક્સિજન સેચુરેશન લેવલ ઓછું હતુ. આ હાલત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હતો. આ સમગ્ર ઘટના બાદ દિલ્હીના સરગંગારામ હોસ્પિટલના સીનિયર ચેસ્ટ ફિજિશિયન ડૉ. અરુપ બસુના જણાવ્યા અનુસાર, કોરોનાથી ફેફસાને નુકસાન પહોંચાડે છે. ઈન્ફેક્શન ખતમ થાય પછી પણ નુકશાન થાય છે. સાજા થયા બાદ ઓક્સિજનની જરુર પડે છે. કેટલાક કેસમાં દર્દીને આઈસીયુમાં દાખલ કરવાની જરુર પડી હતી.

ડોક્ટર્સને ડર છે કે કોરોનાને લીધે મોટી સંખ્યામાં લોકોના સાજા થયા બાદ ફેફસા ખરાબ થઈ રહ્યા છે. જેમને સાજા કરવા મુશ્કેલ છે. દર્દીઓને અન્ય બિમારી જેવી કે, ડાયબિટીશ હોય તો તેને નોર્મલ કરી શકવા ખુબ મુશ્કેલ છે. ડોક્ટર અંબરીશ મિત્તલના કહેવા પ્રમાણે દર્દીઓને વાયરસમાંથી તો નીકળી ગયા પણ તેમને સ્ટેબલ કરવા ખૂબ મુશ્કેલ છે. તેમની ખાસ સારવાર કરવાની જરુર છે. ચેન્નાઈ હોસ્પિટલમાં આવા દર્દીઓ કે જે કોરોનામાંથી સાજા થઈ ગયા હોય પણ તેમને સ્ટ્રોક્સ, હાર્ટ એટેક્સ અને ધમનીઓમાં થક્કા જમા થવાની ફરિયાદો આવી રહી છે.

ભારત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે એક્સપર્ટ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સભ્ય અને પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ફેંફસામાં લોહીની ગાંઠો બની જાય છે, જેની અસર વ્યક્તિના શરીર પર લાંબા સમય સુધી રહે છે. ઘણા કેસોમાં કોમોરબિડ થવાના કારણે હાઈપર ઈંફ્લામેટરી ફંડ હાઈપર ક્લોટિંગ પર કોરોનાની અસર થાય છે. ડો. તેજસ પટેલે આ ઘટના અંગે વધુમાં જણાવ્યું હતું કે, ક્લોટિંગની અસર કોરોના દર્દી પર સ્વસ્થ્ય થયાના એક દિવસથી લઈને 45 દિવસ સુધી રહે છે, જે દર્દીઓ પર કોરોનાની અસર વધારે હોય છે, તેનું બ્લડ થીનરનું ઈન્જેક્શન આપવામાં આવે છે, જેથી દર્દી હાર્ટએટેક, બ્રેન સ્ટોકથી બચી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *