સુરતની ધર્મનંદન ડાયમંડ કંપનીએ કર્મચારીઓને ઘરે બેઠા લોકડાઉનનો પગાર ચૂકવ્યો

સમગ્ર વિશ્વ આજે માનવ અસ્તિત્વ માટે કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે તમામ રોજગાર ધંધા બંધ છે. સુરતની ચમક ગણાતા હીરા ઉદ્યોગને પણ…

સમગ્ર વિશ્વ આજે માનવ અસ્તિત્વ માટે કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે તમામ રોજગાર ધંધા બંધ છે. સુરતની ચમક ગણાતા હીરા ઉદ્યોગને પણ લોકડાઉનની અસર થઇ છે અને કંપનીઓ, ફેકટરીઓ બંધ છે. સુરતની ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શેઠ કારીગર નહી પણ પરિવાર ના સબંધો સામે આવ્યા છે.

Dharmanandan Diamonds Pvt. Ltd.

છેલ્લા દોઢ મહિનાથી કંપનીમાં ઉત્પાદન બંધ હોવા છતાં ધર્મનંદન ડાયમંડ કંપનીના માલિક  લાલજીભાઈ પટેલ અને શ્રી તુલસી ભાઈ ગોટી દ્વારા કારીગરોને પગાર ઘરબેઠા આપ્યો અને પરિવાર ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માત્ર પગાર જ નહી જરૂરિયાત મંદ લોકોને જીવન જરૂરી હજારો કીટ પણ આપવામાં આવી. પોતાના કારીગરોને લીધે જ પોતાની કંપની છે તેનું મહત્વ સમજતા ધર્મ નંદન ડાયમંડ ના માલિકોએ જે પરિવાર ભાવના બતાવી છે તેનાથી કંપનીના હજારો કારીગરોને બળ પૂરું પાડ્યું છે.

શેઠ શ્રી તુલસીભાઈ ગોટી- તુરખા

 

પોતાની કંપનીના માલિકોની આ પરિવાર ભાવના જોઇને ધર્મનંદન ડાયમંડના કર્મચારી વર્તુળ એ આભાર વિધિ કરતા કહ્યું કે,” ધર્મનંદન કંપની ના તમામ કર્મવીરો શેઠ શ્રી નો હદય પૂર્વક આભાર માને છે. અમે તમારા કાયમ ઋણી રહીશું.”

આવું પ્રથમ વાર નથી બન્યું કે ધર્મનંદન કંપની દ્વારા પોતાના કર્મચારીઓની ચિંતા કરી હોય. આ અગાઉ પણ કંપનીના કોઈ કર્મચારીનું અવસાન થાય તો પરિવારને આર્થિક મદદ પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *