ગુજરાત માં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જામનગરમાં ગઈકાલે સોમવારે રાત્રે પોલીસ હેડ ક્વાર્ટરમાં (Jamnagar Police Headquarter) પોલીસ કોન્સ્ટેબલે પત્ની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આથી પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલ ભરત જાદવે પત્ની જાગૃતિબેન સાથે આપઘાત કરી લેતા તેનો 3 માસનો પુત્ર નોંધારો બન્યો છે. આ અંગે જામનગર સિટી સી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
કોન્સ્ટેબલ જામનગરના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
મળતી માહિતી અનુસાર, જામનગરના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત જાદવે આત્મહત્યા કરી લીધી છે. ભરતે પત્ની સાથે સામુહિક આપઘાત શા માટે કર્યો તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહોને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ચાર મહિનાનું બાળક નિષ્પ્રાણ માતાના મૃતદેહ પાસે રમી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને તમામ પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે, પોલીસકર્મીના પત્નીએ પહેલા આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પોલીસકર્મીએ તેનો મૃતદેહ નીચે ઉતારીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ભરત કે તેની પત્ની પાસેથી હાલ કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. આથી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.
આ ઘટનાના કારણે હાલમાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ પોલીસને ખબર પડી હતી કે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ અને તેના પત્ની જાગૃતીબેને ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ઘટના સ્થળે પહોંચતા જ પોલીસ હેડ કવાટર્સના 31નંબરના બ્લોકમાં પોતાના રહેણાક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેનના મૃતદેહ મળી આવ્યા હતા.
જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત જાદવ અને તેમના પત્ની જાગૃતિબેનનો નિષ્પ્રાણ દેહ એક સાથે જ તેમના નિવાસ્થાનેથી મળી આવ્યા હતા. જો કે પોલીસે મીડિયાને હેડ ક્વાર્ટર પ્રવેશતા અટકાવી દીધા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ કબ્જે કરી બંનેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડી પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેવા સંજોગોમાં આ બનાવ બન્યો એ હાલ પોલીસે સ્પષ્ટ કર્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews