કોરોનાથી એકલા સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગને થશે 500 કરોડથી વધુનું નુકસાન

ગુજરાતની આર્થિક રાજધાની સુરતના કાપડ ઉદ્યોગમાં lockdown ના કારણે અહીંયા મિલમાં કામ કરનાર મજૂરોની હાલત ખરાબ છે. સાથે જ ઉદ્યોગ ચલાવનાર માલિકોમાં પણ કરોડો રૂપિયાનું…

ગુજરાતની આર્થિક રાજધાની સુરતના કાપડ ઉદ્યોગમાં lockdown ના કારણે અહીંયા મિલમાં કામ કરનાર મજૂરોની હાલત ખરાબ છે. સાથે જ ઉદ્યોગ ચલાવનાર માલિકોમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.સુરત શહેરના હજારો કાપડ યુનિટમાંથી માત્ર થોડા યુનિટને શરૂ કરવાની પરમિશન મળી છે પરંતુ આ યુનિટ ચલાવવા સહેલા નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે સુરતના સચિન ક્ષેત્રમાં નાના-મોટા લગભગ 2250 ઔદ્યોગિક યુનિટ ચાલી રહ્યા છે. પરંતુ lockdown ના કારણે અન્ય આના યુનિટો તમામ બંધ છે. અહીંયા કામ કરનાર મજૂરોને રોકવા માટે ઉદ્યોગપતિઓ અહીંયા રસોડું પણ ચલાવી રહ્યા છે. Lockdown બાદ પ્રશાસને સચિન જીઆઈડીસીમાં ફક્ત ૭૩ યુનિટ શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ તેમાં એક પણ કાપડની મિલ શામેલ નથી.

ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્મસી,પેકેજિંગ અને એન્જિનીયરિંગ યુનિટ નેટ ચાલુ કરવાની પરવાનગી આપી છે.પરંતુ તેને ચલાવવા માટે પણ મજૂરોની અછત છે અને અહીંયા કામ કરના જે આવે છે તે પોલીસની કડકાઈ ને કારણે નથી આવી શકતા. સચિનના એક અધિકારીનું કહેવું છે કે અહીંયા અઢી લાખ મજૂરો કામ કરે છે. અહીંયા થયેલા નુકસાનનો અંદાજ લગાવવો અઘરો છે.

આ વિસ્તારમાં દિનેશભાઈ લિબર્ટી ગ્રૂપના નામે ફેક્ટરી ચલાવે છે. તેમનું કહેવું છે કે અત્યારે ૧૫થી ૨૦ ટકા મશીનો ચાલી રહ્યા છે. પોલીસની કડકાઈ ને કારણે મજૂરોમાં ભયનો માહોલ છે. Lockdown માં કામ શરૂ થયું છે પરંતુ એ ન શરૂ થયા બરાબર છે. યુનિટ માં આવનાર લોકોને સેનેટાઇઝ કરવામાં આવે છે, આ ઉપરાંત તેમનું શારીરીક તાપમાન પણ ચેક કરવામાં આવે છે. ફેક્ટરીમાં પ્રોડક્શન તો થઈ રહ્યું છે પરંતુ lockdown બાદ જ તે વેચાય શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *