ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા વચ્ચે જે થયું એ થઇ ગયું કેમેરામાં કેદ- આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ ખુબ ચર્ચા, જુઓ વિડીયો

આપ સૌને તો જાણ હશે જ કે હમણાં થોડાં જ દિવસમાં અમેરિકાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે હાલનાં રાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ એમની પત્ની મેલેનિયા એકવાર ભારતની મુલાકાતે પણ આવી ચુક્યા છે. હાલમાં ચાલી રહેલ ચુંટણી પ્રચારને કારણે તેઓ ખુબ જ મોટી ચર્ચાનો વિષય બન્યાં છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ એમની પત્ની ફર્સ્ટ લેડી મેલેનિયાની વચ્ચે બનેલ એક ઘટનાની સોશિયલ મીડિયાએ ખુબ જ નોંધ લીધી છે. આ કપલ ન્યૂજર્સીથી વોશિંગ્ટન પરત ફરી રહ્યું હતું ત્યારે એરફોર્સ વાનમાંથી ઉતરતી વખતે આ ઘટના બની હતી.

ટ્રમ્પ એમનાં પત્ની મેલેનિયાનો હાથ પકડવા માટે જાય છે, પરંતુ ફર્સ્ટ લેડી ટ્રમ્પનો હાથ પકડવાને બદલે પોતાનાં ડ્રેસને જ પકડી લે છે.ટ્રમ્પ ફરી એકવાર તેનો હાથ આપે છે પરંતુ મેલેનિયા ડ્રેસ પકડીને ઉતરવાં લાગે છે. આ દરમિયાન બન્નેની બોડી લેંગ્વેજ પણ ઘણી બદલાઈ જતી જોવા મળે છે.

મહત્ત્વની વાત તો એ છે, કે આ સમયે એનો માત્ર 14 વર્ષનો દીકરો બેરોન પણ એની પાછળ જ હોય છે. વીડિયો વાઇરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ઘણાં મિક્સ રિએક્શન પણ જોવાં મળી રહ્યા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરિવારની સાથે ન્યૂજર્સીથી ટૂંકી ઉડાન ભર્યા પછી મેરિલેંડમાં જોઈન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ પર ઉતરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

ત્યારથી લઈને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ ઘટનાનો વીડિયો જોઈ ચુક્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જ જણાઈ આવે છે, કે પ્રેસિડેંટ ટ્રમ્પ એક નહીં પરંતુ બે વખત પત્ની મેલાનિયાનો હાથ પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ મેલાનિયા એમને હાથ જ નથી પકડવાં દેતી. મેલાનિયા એ ટ્રમ્પનો હાથ જ ઝાટકી દીધો છે.

આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ જ ચર્ચાનો વિષય પણ બની છે. કેટલાંક લોકો એમાં મેલાનિયાનાં એટિટ્યુડ બતાવી રહી છે જ્યારે અમુક લોકોનું જણાવવું છે, કે મેલાનિયાએ આમ એટલાં માટે કર્યું હતું કારણ કે તેઓ ભારે પવનને લીધે પોતાનો ડ્રેસ સંભાળી રહ્યાં હતાં.

જો, કે સચ્ચાઈ જે કોઈ પણ હોય પરંતુ આવું માત્ર પહેલીવાર જ નથી બન્યું. આની પહેલાં પણ ઘણીવાર આવાં પ્રકારની ઘટના કેમેરામાં કેદ થઈ ચુકી છે.વર્ષ 2017માં મે માસમાં પણ આવાં પ્રકારનો જ એક વીડિયો વાઈરલ થયો હતો, જ્યારે ટ્રમ્પ ફર્સ્ટ લેડીની સાથે ઈટાલી ગયા હતાં.

આ દરમ્મિયાન પણ તેઓ મેલાનિયાનો હાથ પકડવાં માટે પોતાનો હાથ આગળ કરે છે પરંતુ મેલાનિયા અચાનક જ પોતાનો હાથ ઉપર કરીને પોતાનાં વાળને સરખાં કરવાં લાગે છે. આની અગાઉ પણ ઈઝરાયલનાં પ્રવાસ વખતે પણ મેલાનિયા તેમજ ટ્રમ્પની વચ્ચે આવું જ બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *