દેશની પ્રથમ મહિલા IPS કિરણ બેદી જ્યારે પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચી અને હાલ જોઇને આવ્યો ગુસ્સો

દેશના પ્રથમ આઈપીએસ ઓફિસર કિરણ બેદી હાલમાં પોંડીચેરીના લેફ. ગવર્નર છે. તેઓ અચાનક એક પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચે છે. પોલીસ સ્ટેશનની અંદર જતા પહેલા પોલીસ સ્ટેશનની આસપાસ રહેલા કચરાનું નિરીક્ષણ કરે છે. ત્યાંની ગંદકી ને ધ્યાનમાં લે છે. અને જવાબદારોને ખખડાવે છે કે શું આ રીત છે તમારી. તેમણે કહ્યું કે હવે વિનંતી કરવાનો સમય નથી રહ્યો હવે લાગુ કરવાનો સમય છે. તેમણે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ કહ્યું.

તેમણે આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવા ટકોર કરી હતી. તેઓ જાતે જ તે ગંદકીનો અવલોકન કરવા પોલીસ સ્ટેશનના છેક ઉપરના માળ સુધી જાય છે અને ત્યાં પડેલી ખરાબ હાલતમાં વસ્તુઓનું નિરીક્ષણ કરે છે.

તેઓ ગાડી પર લટકતા રેઇનકોટ ને જોઈને કહે છે કે આ કોઈ તમારું ઘર નથી આ પોલીસ સ્ટેશન છે દરેક વસ્તુ વ્યવસ્થિત હોવી જોઈએ. આ એક મહિલા પોલીસ સ્ટેશન છે.તમે આ રીતે મહિલા પોલીસ કર્મીઓને આ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપો છો કોઈ મર્યાદા જાળવતા નથી.પોલીસ સ્ટેશનની અંદર દાખલ થતા જ નકામા કચરાના પાઈપો પડેલા છે તેના ઉપર તેઓનું કહેવું છે કે શું આ રીતે પોલીસ કર્મીઓ કામ કરશે.

પોલીસનું કામ ફક્ત પેટ્રોલિંગ કરવાનું નથી પરંતુ લોકોને સાથે સંપર્કમાં રહેવાનું પણ છે. મહિલા પોલીસ કર્મીઓને ગુનેગારો નું જ્ઞાન હોવું જરૂરી છે.

આ વીડિયોમાં કિરણ બેદી વરસતા વરસાદમાં પોલીસ સ્ટાફ નો ઉધડો લઈ રહી છે અને તેમને કઈ રીતે કામ કરવું તે જણાવી રહી છે. જે વીડિયોમાં સંપુર્ણપણે જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *