Lockdown ના લીધે સંકટમાં ચિત્રકૂટ ના વાંદરાઓ, લોકોએ આવી રીતે કરી મદદ

લંકામાં ભગવાન શ્રીરામને જીત અપાવનાર વાનરસેના મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં ભૂખથી મરી રહી છે. હકીકતમાં અહીંના વાનરો સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર છે. ચિત્રકૂટમાં…

લંકામાં ભગવાન શ્રીરામને જીત અપાવનાર વાનરસેના મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં ભૂખથી મરી રહી છે. હકીકતમાં અહીંના વાનરો સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર છે. ચિત્રકૂટમાં પર્યટકો વાંદરાઓ માટે ખોરાકની વ્યવસ્થા કરે છે. Lockdown ને કારણે ચિત્રકૂટમાં પર્યટકોનું આવવાનું બંધ છે. એટલા માટે વાંદરાઓ સામે પણ ખાવાપીવાના ફાંફા પડી રહ્યા છે.એટલા માટે વાંદરાઓ માટે નગર પરિષદ ના કેટલાક સમાજસેવીઓની મદદથી રોજ ચણા અને બિસ્કીટ ની વ્યવસ્થા કરી છે.

વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે આ સમયે આખો દેશ lockdown ના છે. જેની અસર દરેકના જીવન પર પડી રહી છે. એવામાં જનાવરો પણ કઈ રીતે બચી શકે. ભગવાન શ્રીરામે પોતાના વનવાસ કાળના લગભગ સાડા અગિયાર વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યા હતા.રામ રાવણ યુદ્ધમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવનાર વાનરસેના પણ ચિત્રકૂટમાં સૌથી વધારે જોવા મળે છે.

Lockdown ના કારણે મંદિરોના દરવાજા બંધ છે. ચિત્રકૂટની કામદગીરીની પરિક્રમા હાલમાં બંધ છે. શ્રદ્ધાળુઓ અહીંયા નથી પહોંચી રહ્યા.એટલા માટે ચિત્રકૂટમાં રહેતા વાંદરાઓ અને લંગુરો સામે ખાવા-પીવાનું સંકટ ઊભું થયું છે. એવામાં ચિત્રકૂટની નગર પરિષદએ તેની સંભાળ લીધી છે અને કેટલીક સમાજસેવીઓની મદદથી તેમના ખાવાની વ્યવસ્થા કરવામાં આવી. વાંદરાઓ અને લંગુરોને ખાવા માટે બિસ્કિટ અને ચણા આપવામાં આવી રહ્યા છે.

ચિત્રકૂટ નગર પરિષદના સીએમઓ રમાકાંત શુક્લા નું કહેવું છે કે જે દિવસથી lockdown શરૂ થયું છે તે જ દિવસથી અમે વિચાર્યું કે માણસો પોતાના ખાવાપીવાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ ગાય, વાંદરાઓ અને કુતરા જેવા જાનવરો પોતાના ખાવાની વ્યવસ્થા કઈ રીતે કરશે.એટલા માટે ત્યારબાદ અમે ફાળો ભેગો કર્યો અને જનાવરો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી.

ત્યારબાદ અન્ય લોકો પણ અહીંયા આવવા લાગ્યા અને પ્રશાસનની મદદથી જાનવરોના થવા માટે ચણા અને બિસ્કીટ લઈને આવવા લાગ્યા. પ્રશાસન અને સમાજસેવીઓની સંપૂર્ણ કોશીશ આ રહી છે કે જનાવરોને ક્યારેય પણ ખાવા-પીવાની સમસ્યા ન થાય વાંદરાઓ ઉપરાંત બીજા જાનવરોનો પણ વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *