અરે વાહ, સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા આવ્યા ટોપ 10 સ્વચ્છ શહેરોમાં

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થયુ છે. જેમાં સુરતે દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 6000 માર્કસમાંથી ઈન્દૌરને 5647.56 માર્કસ મળ્યા છે. જ્યારે સુરત 5519.59 માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે. Ahmedabad- 5 માં ક્રમે, Rajkot- 6ઠ્ઠા ક્રમે, Vadodara- 10 માં ક્રમે રહ્યું છે.

સુરત બીજા ક્રમેં આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.

સ્વચછતા સર્વેક્ષણ 2020 અંતર્ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ અને બીજા ત્રિ-માસિક સરવેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો અને બીજા ત્રિ-માસિક સર્વેમાં 20મો ક્રમ મળ્યો હતો.

ઓનલાઇન સિટીઝન ફીડબેક માટે સુરત મહાનગર પાલિકાએ ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો હતો. મેયરથી લઇ તમામ પદાધિકારી, ધારાસભ્યો, સાંસદો,ધર્મસ્થાનો ફિડબેક અભિયાનમાં જોતરાઇ ગયા હતા. આ સર્વેક્ષણમાં સુરત ભલે બીજ ક્રમે રહ્યું પણ ઘણા સુરતવાસીઓ આ ક્રમ સાથે કદાચ અસહમત હશે, કારણકે અમુક વિસ્તારોને બાદ કરતા સ્વચ્છતાના હાલ બેહાલ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *