મોદી સરકાર ઘડી રહી છે આ મોટી યોજના – જાણી તમે પણ ચોંકી જશો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ અપરાધિક પ્રક્રિયા સંહિતા (CRPC)માં સંશોધન લાવવાનું વિચારી…

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ અપરાધિક પ્રક્રિયા સંહિતા (CRPC)માં સંશોધન લાવવાનું વિચારી રહી છે. અંબરપેટ વિધાનસભા ક્ષેત્રમાં 280 CCTV નેટવર્કનાં ઉદ્ઘાટનમાં આવેલાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે IPC તેમજ CRPCમાં સંશોધનનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.

રક્ષા યુનિવર્સિટી દ્વારા પોલીસત્ર મજબૂત થશે…
આની સાથે જ એક સવાલનાં જવાબમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય વિશે તેમણે જણાવ્યું છે કે, આ વિશ્વવિદ્યાલય (ગુજરાત) ભારત દેશનાં પોલીસતંત્રની કાર્યવાહીમાં મહત્વનો ફેરફાર લાવશે.

NFS યુનિવર્સિટી માટે વિધેયક પસાર…
રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વિશે જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે, ‘તેના દ્વારા ભારત દેશમાં વિદ્યાર્થીઓને કાયદો, અપરાધશાસ્ત્ર, તેમજ બીજી જરૂરી વિષયોમાં જ્ઞાન વધારવામાં સક્ષમ બનાવવામાં આવશે.’ રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય તેમજ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે ગયા માસ લોકસભા તેમજ રાજ્યસભા બન્નેમાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે.

સુરક્ષિત શહેર પ્રોજેક્ટમાં આઠ શહેરનો સમાવેશ
તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની સુરક્ષિત શહેર પરિયોજના ખાસ કરીને નિગરાણી, મહિલા સુરક્ષા તેમજ તુરંત અપરાધિક તપાસ મુજબ હૈદરાબાદ સાથે આઠ શહેરોની પસંદગી કરવામાં આવી છે. સાર્વજનિક સુરક્ષાનાં બનાવોમાં અધિકારીઓ, ખાસ કરીને પોલીસની મદદ કરવાનાં સારા ઈરાદા દ્વારા ક્લોઝ સર્કિટ કેમેરા મુકવામાં આવ્યા છે.

ટેક્નોલોજીનો પ્રયોગ પ્રશંસનીય છે…
કેન્દ્રીય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જનતાની સેવા કરવા હેતુથી થઈ રહેલા પ્રયાસોને હું બિરદાવું છું. કિશન રેડ્ડીએ આ ઉપરાંત કહ્યું છે કે, હૈદરાબાદ સાથે ભારત દેશનાં દરેક  શહેરોમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે. અમે વધતા અપરાધોને રોકવા માટે સ્માર્ટ પોલીસ નીતિનાં દરેક ઉપાય બનાવી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર તેને રોકવા માટે વધારે સારી પોલીસની વ્યવસ્થા લાવવા માટે કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *