રાજનૈતિક હિંસાઓ માત્ર પશ્ચિમ બંગાળમાં જ નથી થઈ રહી. હવે આ હિંસા હરિયાણા પણ પહોંચી ચુકી છે. જોકે દુર્ભાગ્યની વાત તો એ છે કે આ હિંસાની આગ બે પાર્ટીઓના સમર્થકો વચ્ચે નહીં પરંતુ એક જ પરિવારમાં રહેતા પાર્ટી સમર્થકો વચ્ચેની છે. આવી જ એક ઘટના માં એક ભાઇએ બીજા ભાઇ ને માત્ર એટલા માટે ગોળી મારી દીધી કારણકે તેણે ભાજપને વોટ નહોતો આપ્યો। જોકે ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલા ભાઈને હોસ્પિટલમાં ઇલાજ કરવા માટે દાખલ કરાયો છે અને બીજા ભાઈ ને જેલના સળિયા ગણવા પડે તેવા દિવસો આવ્યા છે. એવામાં ઘરમાં શોકનો માહોલ છે.
વિગતે વાત કરીએ તો આ ઘટના 12 મે ના રોજ હરિયાણામાં મતદાન ના દિવસની છે મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સાંજે 5 વાગ્યે જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે ભાજપ સમર્થકો ધર્મેન્દ્રએ પોતાના કાકાના દીકરા પાસે રાજાને ગોળી મારી દીધી હતી. ગોળી મારવાનું કારણ એ હતું કે રાજાએ કોંગ્રેસને વોટ આપ્યો હતો.. આ ઘટના માં રાજાની માતા પણ ઘાયલ થઈ છે, કારણકે તમંચામાંથી નીકળેલા છરા તેને પણ લાગ્યા છે.
રાજા સિંહને પગમાં બે અને પેટમાં એક ગોળી લાગે છે. જોકે પોલીસે ધર્મેન્દ્ર સીલાની આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી દીધી છે, પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી બહાર છે. ધર્મેન્દ્ર ભાજપનો બુથ લેવલનો સક્રિય કાર્યકર છે.
એક ભાઈ હોસ્પિટલમાં બીજો ભાઈ જેલમાં જશે
ઝજ્જરના એસ એચ ઓ રમેશકુમાર અનુસાર સૈલાના ગામમાં સોમવારે ગોળીબારની સુચના મળી હતી. ઘટના સ્થળે પહોંચવા પર આરોપી રાજા ઉપર ગોળી ચલાવી ને ફરાર થઇ ગયો હતો. ગોળી ચલાવવા ઉપયોગમાં લેવાયેલો તમંચો ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હતો. રાજાની ફરિયાદના આધારે એ FIR નોંધી લેવામાં આવી છે. ઝગડાનું કારણ રાજાનું કોંગ્રેસને વોટ દેવાનું હોવાનું જાણવા મળ્યું છે. ધર્મેન્દ્ર હંમેશાથી રાજાને ભાજપને વોટ દેવા માટે કહેતો આવ્યો હતો, પરંતુ રાજાએ તેની વાત માની નહોતી હાલમાં રાજા ને તબિયત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.