#YogaDay2019 : તમે કદાચ જમીન પર યોગ કરતા હશો પણ આ મહાશય તો પાણી પર…

આગરાના હરેશ ચતુર્વેદી પાણીમાં યોગ કરવા માટે ખૂબ જ મશહૂર છે. તે પાણીમાં રહીને ઘણા કલાકો સુધી યોગ કરી શકે છે. આજે 21 જૂનના દિવસે…

આગરાના હરેશ ચતુર્વેદી પાણીમાં યોગ કરવા માટે ખૂબ જ મશહૂર છે. તે પાણીમાં રહીને ઘણા કલાકો સુધી યોગ કરી શકે છે. આજે 21 જૂનના દિવસે દુનિયાભરમાં વિષય યોગ દિવસ ઉજવાઈ રહયો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થી લઈને લોકો ખૂબ જ તૈયારીમાં લાગેલા છે. દરેક વિસ્તારમાં યોગ દિવસના દિવસે જુદા જુદા અનેક રીતે યોગો કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસ ના દિવસે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ. કે જેમણે પાણીમાં રહીને યોગ કરીને પ્રકાશમાં આવ્યા છે.

નામ છે- હરેશ ચતુર્વેદી…….

પાણીમાં યોગ ક્રિયાઓ કરવા માટે હરેશ ખૂબ જ મશહૂર છે. વકીલ એવા હરેશ ચતુવેદી આગરા ના બાહ વિસ્તારમાં રહેવાવાળા હરેશ ચતુર્વેદી નું કહેવું છે કે તે પોતે ઘણા કલાકો સુધી પાણીમાં યોગ કરી શકે છે. દયાળ બાગના એક સ્વિમીગ પૂલમાં યોગગુરૂ હરિશે સપાટી પર રહીને કેટલાક યોગો કર્યા છે. હરીશ ક્યારેક પાણીમાં સૂતેલા તો પછી ક્યારેય ધ્યાન મુદ્રામાં જોવા મળ્યા છે. પાણીમાં રહીને પણ તે પોતાના શરીરને એટલું હલકુ મૂકે છે કે તે પોતાની જાતે પાણી ની સપાટી ઉપર તરી શકે છે.

તેમનું કહેવું છે કે તે પાણીમાં રહીને 50 થી પણ વધુ યોગ ક્રિયાઓ કરી શકે છે. હરીશનું કહેવું છે કે પાણીમાં યોગ કરવા માટે શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં નિયંત્રણ જરૂરી છે. તેની પહેલા ફેફસામાં તે કેટલી હવા ભરી લે છે કે શરીર ફુગ્ગા જેવું હલકુ બની જાય છે.

હરીશે કહ્યું કે તે સતત છ થી સાત કલાક સુધી પાણીમાં રહીને યોગ કરી શકે છે. તેણે કહ્યું કે પંદર દિવસ જો સતત પાણીમાં યોગ કરવામાં આવે તો એક વર્ષ સુધીની બધી જ એલર્જી તેમા વપરાય જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *