લીંબાયતમાં લંપટ ડોકટરએ ઓપરેશન થીએટરમાં જ નર્સ સાથે અડપલાં કર્યા

લિંબાયતમાં શિવકૃપા સોસાયટી-માનવ કેન્દ્ર પાસે ડો. જીજાબરાવ પાટીલની પંકજ હોસ્પિટલ છે. તેમાં ચારેક યુવતીઓ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમાં એક 17 વર્ષની વડોદરાની શિવાની(નામ બદલ્યું છે) એકાદ વર્ષથી ટ્રેઇની નર્સ તરીકે છે. શિવાની હોસ્પિટલમાં જ રહે છે.

હોસ્પિટલમા રવિવારે સાંજે ગણેશજીની આરતી માટે બધાં બીજા માળે ભેગા થયા હતા. તે સમયે ડોક્ટર જીજાબરાવ આવી શિવાનીને કહ્યું કે એક પેશન્ટનું હર્નિયાનું ઓપરેશન છે તેથી ઓપરેશન થિએટર તૈયાર કર.

શિવાની ઓપરેશિન થિએટરમાં ગઈ ત્યારે જીજાબરાવે પાછળથી આવીને શિવાનીને પકડીને અડપલા કર્યા હતા. ત્યાર બાદ શિવાની ફરીથી આરતીમાં ગઈ હતી.ત્યાં તે રડવા લાગતા આરતી છોડીને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. તેણીએ અન્ય નર્સોને આ વાત કરી હતી.

ત્યાર બાદ પોતાના માતા-પિતાને જાણ કરતા તેઓ આજે આવ્યા હતા. ત્યાર પછી શિવાનીએ ડોક્ટર જીજાબરાવ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ડોક્ટરને પકડી લીધો છે. તેના કોરોના રિપોર્ટરની રાહ જોવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *