કોરોના બાદથી લોકડાઉનમાં અભિનેતા સોનુ સૂદ સતત લોકોની મદદ માટે ચર્ચામાં રહે છે. લોકડાઉન દરમ્યાન તેમણે ખેડૂત પુત્રીને ટ્રેક્ટર મોકલીને સહાયતા કરી, તેમજ પ્રવાસી મજૂરોને જુદા જુદા રાજ્યોમાં ઘરે પહોંચાડવાનું કામ હાથમાં લીધું હતું. હવે સોનુ સૂદને હરિયાણાના કેટલાક ગરીબ બાળકોને ફોન વિના અભ્યાસથી વંચિત રાખવાની માહિતી મળી, તો તરત જ આ બાળકોને સ્માર્ટફોન અપાવ્યા હતા.
પંચકુલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને સ્માર્ટફોન વિના અભ્યાસ કરવાથી વંચિત રહેતા હતા, જેની જાણ અભિનેતા સોનુ સૂદને કરવામાં આવી હતી, ત્યારબાદ સોનુ સૂદે અભ્યાસ માટેનો બાળકોને સ્માર્ટફોન આપ્યા અને આ બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરી હતી.
મોરની વિસ્તારની એક સરકારી શાળાના આચાર્ય પવન જૈન કહે છે કે, શાળાના કેટલાક બાળકો ગરીબીને કારણે ફોન ખરીદી શકતા ન હતા અને ભણવામાં અસમર્થ હતા, ત્યારબાદ બાળકો સોનુ સૂદ પાસેથી મદદની અપેક્ષા રાખતા હતા, ત્યારબાદ તેઓ ચંદીગઢ સ્થિત સોનુ સૂદના મિત્ર કરણ લુથરાને બાતમી મળી હતી. તેણે આ બાબત સોનુ સૂદ સુધી પહોંચાડી હતી ત્યારબાદ સોનુ સૂદે આ બાળકોને સ્માર્ટફોન આપ્યા હતા.
No more travelling for these kids.
They will have their smartphones by tomorrow ❣️ @Karan_Gilhotra @HinaRohtaki https://t.co/u2IiegeWtD
— sonu sood (@SonuSood) August 24, 2020
લોકડાઉન અને કોરોના સંક્રમણના કારણે, બાળકોને હવે ઘરે ઘરે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે આ બાળકોનું ઘર શાળાથી ચારથી પાંચ કિલોમીટર દુર હતું, આવી સ્થિતિમાં શાળા પ્રશાસન માટે દરરોજ ઘરે યોગ્ય લાગ્યું નથી.
તમને જણાવી દઈએ કે, મોરની વિસ્તારનું કોટી ગામ હિમાચલની સરહદની બાજુમાં આવેલું છે. અહીં મોબાઇલ નેટવર્કની સમસ્યા છે. પરંતુ બાળકો પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તેઓ અભ્યાસ કરી શક્યા ન હતા. આ અંગેની જાણ થતાં સોનુ સૂદે તુરંત જ તે બાળકોને મોબાઇલ મોકલાયા જેથી તેમનો અભ્યાસ શરુ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews