સુરતના ડભોલી વિસ્તારમાંથી પૈસાની લેતી-દેતી બાબતે યુવકનું અપહરણ

સુરત હાલ ગુનાખોરીનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સુરતના કતારગામના ડભોલી વિસ્તારમાંથી પૈસાની લેતી-દેતીમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ અપહરણકર્તાઓ ઇકો કારમાં આવેલા હતા અને તેઓ પાંચ લોકો હતા. તેઓ ઇકો કારમાં જ આ વ્યક્તિનું અપહરણ કરીને લઈ ગયા હતા.

જોકે, પોલીસની સમય સુચકતા અને તકેદારીના લીધે ગણતરીના કલાકોમાં જ યુવકને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી લીધો હતો.

પોલીસે હાલમાં આ પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *