PM મોદીએ બાળકોને આપી સૌથી મોટી ભેટ- 1500 કરોડના ખર્ચે ગાંધીનગરમાં બનશે…

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન આપી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના ખૂણે ખૂણેથી 11 લાખથી પણ વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં લાવીને પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર અને જ્ઞાન આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

વિશ્વનું સૌથી મોટું બાલભવન ગુજરાતમાં બનાવવા વડાપ્રધાને 22 ઓગસ્ટના રોજ ઓનલાઈન મીટિંગ યોજી હતી. જેમા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આવતા બે મહિના સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના આપવામાં છે. વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપ્યા બાદ ભૂમિપૂજન માટે વડાપ્રધાન પોતે આવશે. વ્યક્તિ નિર્માણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અગત્યનો ભાગ ભજવી શકશે તેમ વડાપ્રધાને મીટિંગમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બાબતે જેટલી તાકાત હોય તેટલી લગાવી દે. આ પ્રોજેક્ટમાં તમામ મંત્રાલયોને પણ મદદ પુરી પાડવા સૂચના અપાઈ હતી.

મોદીએ અંગત રસ દાખવ્યો
22 ઓગસ્ટે યોજાયેલ ઓનલાઈન મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયલ, રમેશલાલ પોખરિયાલ તેમજ સંલગ્ન વિભાગના પ્રિન્સિપાલ સેક્રટરી ઉપસ્થિત રહ્યાં હતા. આ મીટિંગમાં ગુજરાતમાંથી એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ શાહ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાને પ્રોજેક્ટ અંગે વ્યક્તિગત રસ દાખવીને ડૉ. શાહને સીધી સૂચનાઓ આપી હતી.

અમેરિકા હાલ વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ છે…
યુ.એસ.એ. ના બ્રાન્સર મીસોરી સ્ટેટમાં વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ આવેલું છે. આ મ્યુઝિયમમાં હાલ 10 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે. આશરે 30 હજાર ચોરસ મીટર જગ્યામાં જુદાજુદા સાત વિભાગમાં આ ‘ટોયઝ મ્યુઝિયમ’ આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *